Internationl Day against Drug Abuse and Illicit Trafficking Day 26 th June, 2024″ અન્વયે તા.૨૬/૦૬/૨૦૨૪ ના દિવસે લોકો વચ્ચે માદક પદાર્થના ઉપયોગ તથા હેરા-ફેરી થી થતી આડ અસરો બાબતે જાગૃતી કેળવવા સારૂ અધિક પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક ખેડા-નડીયાદ નાઓની સુચના મુજબ તા. ૨૫/૦૬/૨૦૨૪ ના રોજ અત્રેના ડાકોર ખાતેની શ્રી જી.ડી.ભટ્ટ મેમોરીયલ હાઇસ્કુલના વિદ્યાર્થિઓ શીક્ષકો તથા ડાકોર પો.સ્ટે.ના પોલીસ માણસો સાથે ડ્રગ્સ વિરોધી રેલીનું આયોજન કરવામાં આવેલ હતુ.
આ રેલીમાં નશાકારક ચિજવસ્તુઓનુ સેવન નહી કરવા તથા નશાકારક વસ્તુઓના સેવનથી થતા નુકશાન બાબતેના વિવિધ બેનરો સાથેની રેલી કાઢવામાં આવેલ હતી. આ રેલી શ્રી જી.ડી. ભટ્ટ મેમોરીયલ હાઇસ્કુલ ડુગરા ભાગોળ થી નીકળી, ભરતભુવન ખાતેથી નીકળી બેનરો તથા ” મેરા ભારત સ્વચ્છ ભારત ” જેવા નારાઓના સુત્રોચ્ચાર સાથે ડુગરા ભાગોળથી વડા રજાર, શ્રી રણછોડરાયજી મંદિર, બોડાણા સ્ટેચ્યુ ગાંધીજી સ્ટેચ્યુ, ડાકોર પોલીસ સ્ટેશન, ડાકોર સર્કલ થઇ પરત ડાકોર પોલીસ સ્ટેશન ખાતે પુર્ણ કરવામાં આવેલ હતી. આ સાથે રેલીના ફોટોગ્રાફ્સ તથા વીડીયો સામેલ રાખી મોકલી આપેલ છે.