ગુરુજનો આચાર્ય હાજર રહ્યા આશિર્વચનો પાઠવ્યા, ટ્રસ્ટી મંડળ હાજર રહ્યા માર્ગદર્શન આપ્યું , સૌ કોઈ એકબીજાને મળી મહાપ્રસાદ લીધો બ્રાહ્મણ ઋષિ કુમારો એ વેદોનો પઠન કરવું જોઈએ જ્ઞાન મેળવવું જોઈએ શાસ્ત્રોત વિધિ ,વેદોક્ત વિધિ ,ઉપનિષદો, શ્લોક, મંત્ર, સંધ્યા ,આરતી, પૂજા , જપ ,યજ્ઞ,ઈત્યાદી નુ જ્ઞાન મેળવી બ્રહ્મ તેજ વધારવું જોઈએ ,ધર્મનો ફેલાવો કરવો જોઈએ. આ વેદશાળામાં ગીરીશભાઈ જોશી તથા કૌશિકભાઈ પંડ્યા ગુરુ તરીકે વિદ્યાર્થીઓને વિના શુલ્ક છેલ્લા 32 વર્ષ થી અભ્યાસ કરાવે છે તેમજ ટ્રસ્ટી મંડળ રાજુભાઈ દવે તથા રોહિતભાઈ દવે એ માર્ગદર્શન આપી વિદ્યાર્થી ઓને પ્રોત્સાહન આપે છે આ કાર્યક્રમમાં ભાવનગરના જુદા જુદા ઘણા બધા આચાર્યો , ગુરુદેવો, કર્મકાંડી બ્રાહ્મણો, વેદપાઠીઓ,તેમજ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ભાવનગર શહેરના પ્રમુખ તેજસ જોશી તેમની સમસ્ત કારોબારીએ હાજરી આપી અને વિદ્યાર્થીઓને વિના શુલ્ક વેદોનો અભ્યાસ કરવા માટે આહવાન કરેલ છે.