Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં કપડવંજ તથા કઠલાલ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં કપડવંજ તથા કઠલાલ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
મુખ્ય સચિવ રાજ કુમારે કપડવંજ તાલુકાના કપડવંજ કેળવણી મંડળ દ્વારા સંચાલિત માણેકલાલ દેસાઈ કિશોર મંદિર  અને કઠલાલ તાલુકાની પી. એમ શ્રી કન્યા શાળા ખાતે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1 ના બાળકોને વધામણા કીટ આપી શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2024 કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ વિષય પર રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત શાળાની તેમજ અન્ય શૈક્ષણિક પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ અને નિયમિત શાળામાં આવનાર વિદ્યાર્થીઓનું મુખ્ય સચિવની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના કાર્યક્રમોમાં મદદ કરનાર દાતાઓનું પણ મુખ્ય સચિવે સન્માન કર્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત મુખ્ય સચિવે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો સાથે બેઠક કરી શાળામાં આઉટડોર રમતગમતને પ્રોત્સાહન આપવા, વિદ્યાર્થીઓમાં ઈતર વાંચનની ટેવ કેળવવા, મહાપુરુષોના જીવન ચરિત્રનું વાંચન કરાવવા તથા મોબાઈલથી દૂર રહેવા જેવી બાબતો પર ભાર મૂક્યો હતો. ઉપરાંત તેઓએ “ચારિત્ર્ય નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ” તથા “શિક્ષિત ગુજરાત થકી વિકસિત ગુજરાત અને વિકસિત ભારત”ના સૂત્રને સાકાર કરવા અંગે સૂચનાત્મક માર્ગદર્શન આપ્યું હતું.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ નિમિત્તે પધારેલ મુખ્ય સચિવ રાજ કુમારે કઠલાલ સી.એચ.સી સેન્ટર ખાતે સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. આ સરપ્રાઈઝ દ્વારા તેઓએ સી.એચ.સી સેન્ટરની કામગીરીની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, કપડવંજ પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી, જિલ્લા શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલ, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી, કપડવંજ કેળવણી મંડળના પ્રમુખ ડો. હરીશ કુંડલીયા , સેક્રેટરી ગોપાલ શાહ, અભિજિત જોશી, ઉપપ્રમુખ
રસિકભાઈ પટેલ અને કઠલાલ નગરપાલિકા પ્રમુખ, શિક્ષકો, આંગણવાડી બહેનો, વાલીઓ, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટર સુરેશ પારેખ(કપડવંજ )

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.