આણંદ જિલ્લાનું તાલુકા મથક છેલ્લા લાંબા સમયથી ગામની ફરતે રહેલ ખુલ્લી કાંસના ખોટા ઢાળ અને તેમાં ભરાઈ રહેતી દુષિત ગટરની ગંદકી માટે ચર્ચામાં છે. તેવામાં ગામની અંદર બની રહેલ વરસાદી પાણીના નિકાલ માટેની થઇ રહેલ વ્યવસ્થાની ગેરવ્યાજબી પદ્ધતિથી ફરી ઉમરેઠના નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરથી સ્ટાર બેકરી સુધી ખોદકામ કરીને આરસીસી ભૂંગળા નંખાઈ રહ્યા છે. આ ભૂંગળામાં આગળથી આવતું વરસાદી પાણી જૂની બનાવેલ કાંસમાં વાળી દેવાનું નક્કી કરાયું છે. પ્રથમ દ્રષ્ટિએ તો આ કામ ઉમરેઠમાં વરસાદી પાણીના નિકાલ માટે કરેલ જરૂરી કામ જ છે, પણ આમાં તિરાડો પડી ગયેલ ધારો તૂટી ગયેલ ભૂંગળું નાખવું કેટલું યોગ્ય ? આવા તૂટેલ ભૂંગળાનું આયુષ્ય કેટલું રહેશે તે પણ ચિંતાનો વિષય છે. આટલુ તો ઠીક પણ જે જૂની કાંસમાં આ ભૂંગળા જોઈન કરવાનું છે તેના લેવલ બરાબર આ ભૂંગળાનું લેવલ છે જ નહી. તો તૂટેલા ભૂંગળા દ્વારા લેવલ વગર બનાવેલ વરસાદી પાણીની કાંસ કેટલી ઉપીયોગી નિવાડશે એ ચિંતાનો વિષય. નગરપાલિકાના જવાબદાર વ્યક્તિઓ જોડે આ કામના કોન્ટ્રાક્ટરનું નામ માંગતા ગોળ ગોળ જવાબ મળ્યા પણ કોન્ટ્રાક્ટર કે એજન્સીનું નામ ના મળ્યું. વિશેષ પૂછતાં નગરપાલિકાના જવાબદાર વ્યક્તિ જિલ્લાના અલગ અલગ સરકારી વિભાગનું નામ આપી છટકબારી શોધી રહ્યા છે.
ઉમરેઠના નગરજનો હતાશામાં આવીને વિચારી રહી છે કે નગરપાલિકા દ્વારા થતા પ્રજાલક્ષી કામમાં આવી ખુલ્લેઆમ થતી ગેરરીતિ અને ભ્રસ્ટાચાર ક્યાં સુધી મૂંગા મોઢે સહન કરવો ?