બનાવની હકીકત એવી છે કે, આરોપી પ્રકાશ ઉર્ફે ડોની કીશનભાઈ ટીક્યાણીનાઓને નાણાની જરૂરીયાત હોય તેઓએ દીનેશભાઈ રાજાણી પાસે થી રૂપિયા ૨,૩૫૦૦૦/- હાથ ઉછીના માંગતા દીનેશભાઈએ કોનીને તે રૂપિયા હાથ ઉછીના આપેલા અને ઘણો સમય વિત્યા બાદ પણ દીનેશભાઈ રાજાણી ધ્વારા આ રૂપિયા પરત માંગવા છતા આરોપી પ્રકાશ ઉર્ફે ડોની કીશનભાઈ ટીકયાણી તે રૂપિયા પરત આપતો ન હતો જેથી તા.૨૮/૦૫/૨૦૧૯ ના રોજ દિનેશભાઈ પોતે આપેલ રૂપિયા પરત માંગવા માટે પ્રકાશ ઉર્ફે કોનીની દુકાને જાય છે અને ત્યાંથી તેઓને રૂપિયા પરત મળતા નથી અને આજ દીવસે બપોરના આશરે ૧ :૩૦ વાગ્યે આ પ્રકાશ ઉર્ફે ડોની તથા તેમના કાકાના દીકરા રાજુ ટીકયાણી ઘ્વારા રીક્ષામાં મંજીપુરા રોડ તરફથી રીક્ષા લઈને આવતા પુંજન બંગલો પાસે દીનેશભાઈ રાજાણીએ ફરીથી પોતાના રૂપિયાની માંગણી કરતા આ પ્રકાશ ઉર્ફે ડોની તથા તેના કાકાના દીકરા રાજુ ટીકયાણી ઉશકેરાય ગયેલા અને દીનેશભાઈને બન્ને આરોપીઓ ગાળો બોલીને રીક્ષામાંથી ડંડા કાઢીલાવી દીનેશ રાજાણીને કંડાઓ વળે હાથ પગ તથા શરીરના અન્ય ભાગે પુષ્કળ મારમારી ગંભીર ઈજાઓ કરેલી તેમજ લોખંડની પાઈપ છૂટી મારી માથાના ભાગે પણ ગંભીર ઈજા કરેલ અને આ દીનેશભાઈ રાજાણીને શરીર ઉપર છ જેટલા ફેકચર કરી દીધેલા.ત્યારબાદ દીનેશ રાજાણીને દવાખાનામાં દાખલ કરવામાં આવે અને આ સમગ્ર ઘટના નજરે જોનાર એવા કુમાર ધર્મદાસ મનસુખાણી રહે જવાહર નગરનાઓએ આ બનાવ સંદર્ભે નડિયાદ રૂરલ પોલીસ હોસ્પીટલમાં આવતા ફરીયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરેલો અને ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરેલુ.
નામદાર કોર્ટમાં આ કેસ સેશન્સ કેસ નં.૯૧/૧૯ થી રજીસ્ટ્રર થઈ કેસ ચાલવા ઉપર આવતા જિલ્લાના મુખ્ય સરકારી વકિલ ધવલ.આર.બારોટ કેસમાં હાજર થયેલા અને તેઓએ આખા કેસએ નામદાર કોર્ટમાં ચલાવેલ જેમાં સરકારી વકિલ ધવલ.આર.બારોટએ નવ સાહેદો નામદાર કોર્ટમાં તપાસેલા અને અંદાજે ૧૨ દસ્તાવેજી પુરાવા નામદાર કોર્ટમાં રજુ કરેલા અને આ કેસ નામદાર કોર્ટમાં સરકારી વકિલ ધવલ.આર.બારોટે દલીલો કરેલ કે ફરીયાદી કુમારભાઈ મનસુખાણીનાઓ નજરે જોનાર સાહેદ છે અને ડોકટરની જુબાની તથા ઈજા પામનારની અને ફરીયાદીની જુબાની એકબીજાને કોલોબ્રેટીવ (સુસંગત) છે અને ઈજા પામનારની જુબાની ખુબ જ મહત્વનો પુરાવો છે જેથી તેને નહીં માનવાને કોઈ કારણ નથી આમ જિલ્લાના મુખ્ય સરકારી વિકલ ધવલ આર.બારોટે નામદાર કોર્ટમાં સરકાર પક્ષે ધારદાર દલીલો કરેલ અને આજરોજ નડીઆદના પ્રિન્સીપાલ ડિસ્ટીકટ એન્ડ સેસન્સ જજ શ્રી એન.એ.અંજારીયા સાહેબેએ બન્ને આરોપીઓને નીચે મુજબની સજા કરતો હુકમ કરેલ છે.
આરોપી પ્રકાશ ઉર્ફે ડોની ટીકયાણીને તથા આરોપી રાજુભાઈ ટીકયાણીને ભારતી દંડ સંહિતા કલમ ૩૨૫ મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવી બન્નેને પાંચ-પાંચ વર્ષની સખત કેદની સજા તેમજ રૂપિયા ૨૦૦૦/-નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કરેલ છે.
આરોપી પ્રકાશ ઉર્ફે ડોની ટીકયાણીને તથા આરોપી રાજુભાઈ ટીકયાણીને ભારતી દંડ સંહિતા કલમ ૩૨૩ મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવી બન્નેને છ માસની કેદની સજા તેમજ રૂપિયા ૫૦૦/-નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કરેલ છે.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)