ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વસો ગામે દરોડો પાડીને બુટલેગરને ૨.૫૯ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડીને પુછપરછ કરતા રાજસ્થાનના બે શખ્સોના નામો ખુલવા પામતાં પોલીસે કુલ ત્રણ વિરૂધ્ધ પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામા પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે ડી.જી.પી. તરફથી આપેલ પ્રોહી ડ્રાઇવ/ સુચના અને માર્ગદર્શન મુજબ ગત તા.૨૯/૦૬/૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફના અ.હેડ.કો- વગેરે નાઓ વસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ હતા દરમ્યાન વસો ચોકડી પાસે આવતા પો.કો.જયેશકુમાર નાઓને બાતમી હકીકત મળેલ કે સલીમભાઇ ગુલામરસુલ વ્હોરા રહે-ખેડા આમેના પાર્ક તા.જી.ખેડા નાઓ ફુલાભાઇ કાભયભાઇ ભોઇ રહે,વસો રેલ્વે સ્ટેશન પાસે તા.નડીયાદ જી.ખેડા નાઓના રહેણાંક ઘર પાછળ ખુલ્લામાં ભારતીય બનાવટાના વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરે છે. જે હકીકત આધારે સદરહું જગ્યાએ જઇ તપાસ કરતા રેલ્વે સ્ટેશન પાસે નાઓના મકાનની પાછળના ભાગે જતા એક ઇસમ પ્લાસ્ટીકની કંતાન નીચે કંઇક સંતાડતો હોય જે અમો પોલીસને જોઇ નાસવા જતા તેને અમોએ તથા સાથેના પોલીસ માણસોએ દોડીને પકડી લીધેલ. જેને પોલીસે ઓળખેલ તો તે તેણે પોતાનુ નામ-સલીમભાઈ ગુલામરસુલ વ્હોરા રહે.ખેડા ૧૨/આમેના પાર્ક તા.જી.ખેડા નાએ વગર પાસ પરમીટે પોતાના કબજા ભોગવટામાં ગેર કાયદેસર રીતે વેચાણ કરવા સારૂ ભારતીય બનાવટનો પરપ્રાંન્તના અલગ-અલગ માર્કાના વિદેશી દારૂના બોટલ તથા કોટર તથા બીયર ટીન મળી કુલ નંગ-૧૫૫૧ જેની આશરે કુલ કિ.રૂા.૨,૫૯,૯૦૦/- તથા અંગઝડતી માંથી મળી આવેલ રોકડા રૂ,૨૦૦/- તથા એક મોબાઇલ.કી.રૂ.૫,૦૦૦/-ના મળી કુલ્લે રુ.૨,૬૫,૧૦૦/-ના પ્રોહી મુદ્દામાલ સાથે જાહેરમાંથી મળી આવી તેમજ રામકીશન ઉર્ફે આર.કે રહે.રાજસ્થાન તથા ભવરલાલ વીયારામ બિશ્નોઇ રહે. સાચોર રાજસ્થાન નાઓ સ્થળ ઉપરથી નહિ મળી આવી સદરહું પકડાયેલ તેમજ નહિ પકડાયેલ બન્ને ઇસમો વિરુદ્ધમાં વસો પો.સ્ટે ગુનો રજીસ્ટર કરેલ છે.