ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે નડીયાદમાં સામાન્ય વરસાદમા ચાર પૈકી ત્રણ ગરનાળામા પાણી ભરાઈ જતાં વાહનચાલકોને હાલાકી વેઠવી પડી હતી.
જેમાં ગરનાળામા પાણી ભરાતા તંત્ર ધ્વારા બેરીકેટ મૂકાયા, બેરીકેટ મૂક્યા હોવા છતાંય લોકો ગરનાળામા ભરાયેલા વરસાદી પાણીમા પોતાના વાહન લઈ ને પસાર થતા જોવા મળ્યા હતા. તો શહેરના રબારી વાડ વિસ્તારમા ઢીચણ સમા પાણી ભરાયા હતા. રબારીવાડ વિસ્તારમા કાંસ પસાર થાય છે, જે બ્લોક થવાને કારણે આ વિસ્તારમા સામાન્ય વરસાદમા પણ વરસાદી પાણી ભરાય છે, રબારીવાડ વિસ્તારમા કાંસની હાલત જોતા કયા પ્રકારની પ્રિમોનસુન કામગીરી તંત્ર ધ્વારા કરાઈ હશે તે જ એક સવાલ ઉભો થયો છે.