તા.૦૧/૦૭/૨૦૨૪ ના રોજ ભારત સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ નવા ત્રણ કાયદા વિશે નાગરિકોને જાણકારી મળી રહે તે હેતુથી અત્રેના ડાકોર પો.સ્ટે. ખાતે ‘જાગૃતિ અભિયાન કાર્યક્રમ’’ નું આયોજન કરવામાં આવેલ હતુ. જે કાર્યક્રમમાં ડાકોર પો.સ્ટે. વિસ્તારના વિવિધ ગામોના આશરે ૬૦ થી વધુ નાગરિકોઍ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમ્યાન નાગરિકોને તા. ૦૧/૦૭/૨૦૨૪ થી અમલમાં આવતા નવા કાયદાની પો.ઇન્સ. વી.ડી. મંડોરા ડાકોર પો.સ્ટે. નાઓ દ્વારા સમજણ આપવામાં આવેલ હતી.
આ ઉપરાંત ગેરકાયદેસર રીતે નાણા ધિરધારની પ્રવૃતિ ઉપર પણ પો.ઇન્સ. વી.ડી. મંડોરા ડાકોર પો.સ્ટે. નાઓ દ્વારા પ્રકાશ પાડવામાં આવેલ હતુ. આ ઉપરાંત આગામી તા. ૦૭/૦૭/૨૦૨૪ ના રોજ ડાકોર ખાતે રથયાત્રા નિકળનાર હોય આ રથયાત્રા શાંતીપુર્વક પુર્ણ થાય તે બાબતે ખાસ સુચના આપવામાં આવેલ હતી.
આ ઉપરાંત નાગરિકો તરફથી કોઇ પ્રશ્ન હોય તો તે બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ હતી. આ સાથે કાર્યક્રમના ફોટોગ્રાફ્સ અને વીડીયો સામેલ છે.