ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ભોલે બાબા સત્સંગમાં નાસભાગ મચી જવાને કારણે મોટો અકસ્માત થયો હતો. સત્સંગમાં ભાગ લેવા આવેલા 30થી વધુ લોકો નાસભાગમાં મૃત્યુ પામ્યા હતા. ઇટાના ચીફ મેડિકલ ઓફિસરે આ વાતની પુષ્ટિ કરી હતી. મૃતકોમાં 19 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
Uttar Pradesh | Hathras Stampede | A team consisting of ADG Agra and Aligarh Commissioner has been constituted to enquire into the cause of the incident: Official Sources
— ANI (@ANI) July 2, 2024
મહિલાઓ અને બાળકો સહિત 30થી વધુ લોકોના મોત
ઇટાના સીએમઓ ડૉ. ઉમેશ કુમાર ત્રિપાઠીએ 30થી વધુ મૃતદેહોની પુષ્ટિ કરી છે. જેમાં 19 મહિલા અને 3 બાળકોનો સમાવેશ થાય છે. મળતી માહિતી, મુજબ હાથરસ જિલ્લાના સિકંદરરાવ પોલીસ સ્ટેશન વિસ્તારના ફૂલરાઈ ગામમાં ભોલે બાબાનો સત્સંગ યોજાયો હતો. સત્સંગ સમાપ્ત થયા બાદ ભાગદોડ મચી ગઈ હતી. આ દરમિયાન 30થી વધુ ભક્તોના મોત થયા હતા. મૃતકોના મૃતદેહ અને ઘાયલોને એટાહ મેડિકલ કોલેજ પહોંચાડવામાં આવ્યા છે. આ ઘટનામાં મૃતકોની સંખ્યા હજુ વધવાની આશંકા છે.
પ્રત્યક્ષ દર્શીએ ઘટના વર્ણવી
ઘટનાની પ્રત્યક્ષ દર્શી મહિલાએ આ અંગે જણાવ્યું કે, સત્સંગમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. સત્સંગ પૂર્ણ થયા બાદ લોકો ત્યાંથી નીકળવા લાગ્યા હતા પરંતુ આ દરમિયાન જલ્દી નિકળવાની ઉતાવળમાં લોકોમાં ભાગદોડ મચી હતી અને લોકો એકબીજાને જોઇ પણ નથી રહ્યા હતા. ઘણી મહિલાઓ અને બાળકો આ ઘટનામાં પડી ગયા હતા અને લોકોની ભીડ તેમના ઉપરથી ભાગી રહી હતી અને ત્યાં હાજર લોકોમાંથી કોઇએ તેમની મદદ ન કરી હતી.