પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ નાઓએ અગામી રથયાત્રા તહેવાર અનુસંધાને પ્રોહિબીશન ડ્રાઇવ તથા પ્રોહિબીશનના જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા શોધી કાઢવા સારુ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ભરવાડ સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પો.સબ.ઇન્સ. એસ.બી.દેસાઈ તથા સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન અ.હેડકો શ્રવણકુમાર સીયારામ નાઓને બાતમી હકિકત મળેલ કે “પ્રદિપભાઇ ઇન્દુભાઇ તળપદા રહે. ખાડ વાધરીવાસ, નડિયાદ નાનો અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતો છે. અને સદર આરોપી હાલ તેના ઘરની બહાર બેસેલ છે તેણે શરીરે નેવી બ્લુ કલરની ટી શર્ટ તથા ભુરા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે”.
જે બાતમી આધારે સદર ઇસમને પકડી ગુના સબંધે પુછપરછ કરતા પોતે ગુનાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરેલ જેથી સદર ઇસમને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૫ (૧)(જે) મુજબ અટક કરી આગળની વધુ તપાસ સારુ અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશન સોંપવાની તજવીજ કરવામા આવેલ છે.