રવિવારના રોજ સવારે ૮.૦૦ કલાકે ભગવાન શ્રી જગન્નાથજી, મોટાભાઈશ્રી બલરામજી અને બહેનશ્રી સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રીશ્રી રશ્મીકાંતભાઈ દવે અને શાસ્ત્રીશ્રી કીરણભાઈ વ્યાસ દ્વારા શાસ્ત્રોકત વિધિ કરી સ્થાપના પૂજા—અર્ચન કરવામાં આવી હતી અને સંતો, મહંતો, મહામંડલેશ્વરશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવનગરના નેક નામદાર મહારાજા શ્રી વિજયરાજસિંહજી તથા યુવરાજશ્રી જયવીરસિંહજીના વરદ્ હસ્તે સોનાના ઝાડુથી “છેડાપોરા” વિધિ તથા “પહિન્દ” વિધિ કરી દબદબાપૂર્વક રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો .
ભગવાન શ્રી જગન્નાથજી નો રથ સંતો, મહંતો, મહામંડલેશ્વરશ્રીઓ તેમજ રાજકીય આગેવાનો દ્વારા ખેચવમાં આવ્યો હતો કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા , ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ભાવનગર પૂર્વ ના ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિત આગેવાનો હાજર રહ્યા હતા .
બાઈટ : જીતુભાઈ વાઘાણી , ધારાસભ્ય ભાવનગર પશ્ચિમ
રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)