શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા સૂકો મેવો તથા કેળાની વેફરના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને સુખડી તથા સૂકો મેવો અને વેફર્સનો ભોગ ધરાવવામાં આવ્યો.
સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. દાદાના ગર્ભ ગૃહ ને વેફર્સ અને સુકા મેવાથી થી શણગાર કરવામાં આવ્યું. જેમાં કાજુ-બદામ-દ્રાક્ષ-આલુ-અખરોટ-સીંગદાણા-રેવડી- સિંગ સાકરીયા-ચોકલેટો માવાની ચીકીનો ઉપયોગ કરવામાં આવ્યો અને દાદાને 15 મણનો ભોગ ધરાવવામાં આવ્યો. ગૌરી વ્રત ની ઉજવણી ભાગરૂપે આ પ્રસાદી 18 તારીખે જરૂરિયાત મંદ દીકરીઓને સાંજે 5:30 કલાકે થી વિતરણ કરવામાં આવશે.
અને 19 તારીખથી 23 તારીખ સુધી કેળાની વેફર દરરોજ આપવામાં આવશે. આ પ્રસંગે દાદા ને મલિન્દો જમાડી ધન્યતા અનુભવી. અને મંદિરમાં રામધૂન કરવામાં આવી. આ મંદિર 140 વર્ષ જૂનું મંદિર છે જે નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે.
જે મંદિરે દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદાને મહાભોગ ધરાવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. અનોખા દર્શન નો લાભ લેવા ભક્તો સવારથી મોટી સંખ્યામાં આવે છે.