ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ અને ધ ટેક્ષ પ્રેક્ટિશનર એસોસિએશન નડિયાદ ના સંયુક્ત ઉપક્રમે ઈન્ક્મટેક્સ અને જીએસટી કાયદા અન્વયે હોટલ બેલગીઓ, પીપલગ મુકામ ખાતે મોફીસીયલ સેમિનાર યોજાયો.
આ સેમિનારના મોફીસીયલ કમિટી એજીએફટીસી પ્રમુખ સીએ (ડૉ) વિશ્વેશ શાહ, આઈપીપી સીએ રવી શાહ, ટીપીએ પ્રમુખ ચેતન ગજ્જર , સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ એડવોકેટ આશુતોષ ઠક્કર, એજીએફટીસી મંત્રી મૃદાંગ વકીલ,ટીપીએ મંત્રી વિનીત સોની, વક્તાશ્રી સીએ હારિત ધારીવાલ, સીએ પુનિત પ્રજાપતિ ના વરદ હસ્તે ઉદઘાટિત કરેલ..
ઇન્કમટેક્સ વિષય પર વક્તા સીએ હારિત ધારીવાલ અને જીએસટી વિષય પર સીએ પુનિત પ્રજાપતિ એ ઉમદા અને રસપ્રદ વક્તવ્ય આપી સૌ ઉપસ્થિત ટેક્ષ વ્યવસાયિઓને મંત્ર મૃગ્ધ કરી દીધેલ.
આ પ્રસંગે એજીએફટીસી પાસ્ટ પ્રેસિડેન્ટ એડવોકેટ ર્ડો ધ્રુવેન શાહ, આઇટી બાર પ્રેસિડેન્ટ શ્રીધર શાહ, અનિલ પરીખ,દિપક શાહ, સહમંત્રી અમિત સોની, અમિત પંચાલ આમ બંને એસોસિએશનના કારોબારી સભ્યો, જનરલ સભ્યો અમદાવાદ, આણંદ, નડિયાદ, કપડવંજ ટેક્ષ વ્યવસાયિઓ મોટી સંખ્યામાં જોડાઈને આ સેમિનાર ને સફળ બનાવેલ..