જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકીઓ સાથે સોમવાર સાંજે એન્કાઉન્ટરમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક અધિકારી સહિત 5 સૈન્ય જવાનોએ આજે વહેલી સવારે હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો. આ એન્કાઉન્ટર ત્યારે થયું હતું જ્યારે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપેરશન ગ્રૂપના જવાનોએ સોમવારે મોડી સાંજે ડોડા શહેરથી લગભગ 55 કિ.મી. દૂર દેસા વન ક્ષેત્રમાં ધારી ગોટે ઉરારબાગીમાં એક સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
#WATCH | Morning visuals from the Doda area of Jammu & Kashmir.
An Encounter started late at night in the Dessa area of Doda in which some of the Indian Army troops got injured.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/ZQdSSRSjun
— ANI (@ANI) July 16, 2024
ભયાનક એન્કાઉન્ટરમાં થયા શહીદ
થોડીકવાર સુધી ગોળીબાર બાદ આતંકીઓએ નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એક અધિકારીના નેતૃત્વમાં બહાદૂર જવાનોએ પડકારજનક વિસ્તારમાં ગીચ જંગલો વચ્ચે તેમનો પીછો કરવાની શરૂઆત કરી હતી. જેના બાદ રાતના 9 વાગ્યે જંગલમાં ફરી એકવાર ભયાનક અથડામણ થઈ. આ એન્કાઉન્ટરમાં પાંચ સૈન્ય જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તમામને શહીદ જાહેર કરાયા હતા.