પોલીસ અધિક્ષક, ખેડા – નડીયાદ તથા ઇ.પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામા પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ પ્રોહી ડ્રાઇવ/ સુચના અને માર્ગદર્શન મુજબ ગત તા.૧૪/૦૭/૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફના હેઙ.કો વિગેરે નાઓ નડિયાદ ડીવીઝનના ચકલાસી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ હતા.
દરમ્યાન ચિંતલ ચોકડી પાસે આવતા પો.કો.દિપકુમાર નાઓને બાતમી હકીકત મળેલ કે જયદીપ ઉર્ફે શંભુ કનુભાઇ વાઘેલા રહે.ચકલાસી, પંડીતનગર તા.નડીયાદ જી.ખેડા નાનો તેના ઘરની પાછળ આવેલા ખેતરના ખુણામાં આવેલ જુની ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરે છે.
જે હકીકત આધારે સદરહું જગ્યાએ જઈ તપાસ કરતા હકીકતવાળી જગ્યાએ જતા એક ઇસમ જુની ઓરડીમાંથી બહાર નિકળતો જે ઇસમ ઉપર ટોર્ચ લાઇટ પાડી જોતા તે જયદીપ ઉર્ફે શંભુ કનુભાઇ વાઘેલા નાનો હોઇ જેને નામજોગ બુમ પાડતા અમો પોલીસને જોઇ ઉતાવળે પગલે ચાલવા લાગેલ જેને નામજોગ બુમો પાડતા તે ઉભો રહેલ નહી અને ત્યાંથી દોડી ભાગી ગયેલ. જયદીપ ઉર્ફે શંભુ કનુભાઈ વાઘેલા રહે.ચકલાસી, પંડીતનગર તા.નડીયાદ જી.ખેડા નાનો ભારતીય બનાવટની પરપ્રાંતનો વિદેશી દારૂની કુલ ક્વાર્ટર તથા બીયર ટીન નંગ-૨૦૫ કિં.રૂા.૨૬,૧૯૦/- નો પ્રોહી મુદ્દામાલ તેના ઘરની પાછળના ખેતરની ખુણામાં આવેલી જુની ઓરડીમાં રાખી સ્થળ ઉપરથી ભાગી જઇ નહી મળી આવી સદરહું ઇસમ વિરૂદ્ધમાં ચકલાસી પો.સ્ટે ગુનો રજીસ્ટર કરેલ છે.