નડિયાદ આગામી દિવસોમાં મહાનગરપાલિકા થવા જઈ છે જેને લઈ શહેરમાં અનેક વિકાસલક્ષી મોટા કામો કરવાના થાય છે જેના અનુસંપાતમાં નડિયાદના ધારાશબ્દ અને વિધાનસભાના પૂર્વ મુખ્ય 650 પંકજભાઈ દેસાઈએ નડિયાદ શહેરના વિવિધ મોટા આઠ કામો માટે રૂા.૧૦૩૨ કરોડની આર્બન ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ફંડ હેઠળ ગ્રાન્ટ ફાળવી સંખ્યાંતિક મંજૂરી અન્વયે યોગ્ય કાર્યવાહી કરવા માટે લેખિત રજૂઆત કરી છે. શહેરના વિવિધ વિકાસલક્ષી મોટા કામો જેવા કે નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં માતર કેનાલને સમાંતર સાયકલ ટ્રેક બનાવવા તથા સંલગ્ન કામગીરીઓ કરવા માટે રૂા.૧૨ કરોડ, નડિયાદ નગરપાલિકાની નવી ઓફીસ બિલ્ડીંગ બનાવવા રૂા.૧૫ કરોડ, શહેર માટે વરસાદી પાણીના નિકાલ માટે માસ્ટર પ્લાન બનાવી પ્રોજેકેટની કામગીરી કરવા માટે રૂા.૩૦૦ કરોડ એફોર્ડેબલ હાઉસીંગ બનાવવા માટે રૂા.૫૦ કરોડ, નડિયાદ શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્કની જગ્યા ડેવલપ કરવા માટે રૂા.પ કરોડ, નડિયાદ શહેરમાં ટીપી-૪. ટીપી-૭, ટીપી-૮, ટીપી-૧૧ના રસ્તા અને અન્ય ડેવલપમેન્ટના કામ માટે રૂ.૩૦૦ કરોડ અને નડિયાદ શહેરમાં ફ્લાય ઓવરબ્રીજ બનાવવાના કામ માટે રૂા.૩૦૦ કરોડ મળી કુલ રૂા.૧૦૩૨ કરોડની જરૂરિયાત હોઈ આ ગ્રાન્ટ અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ હેઠળ ફાળવી આપી સંખ્યાંતિક મંજૂરી આપવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી માંગણી કરી છે.
સાથે સાથે નડીયાદની ટીપી સ્કીમ નંબર છ અને સાતનો મુસદો રાજ્ય સરકાર દ્વારા અનુક્રમે અને ૧૯૯૬ અને ૨૦૧૭માં મંજૂર કર્યો છે જોકે આ બંને ટીપી સ્કીમ મંજુરી અર્થ ઘણા સમયથી નડિયાદ નગર નિર્ધાજિત કથેરીમાં પેન્ડીંગમાં છે જેને લઈ નગરપાલિકા વિસ્તારના કાર્યો અટકી ગયા છે. આ બંને ટીપી સ્કીમની પ્રિમીલીનરી સત્વરે મંજૂર થાય તે અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવ્યું છે.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)