ખેડા જિલ્લામાં આવેલી સરકારી કચેરીઓમાં કેટલાક વચેટીયાઓ દ્વારા અરજદારોને ગેરમાર્ગે દોરી કામો કરાવતા હોવાની ફરીયાદો ઉઠી હતી, આ સાથે વચેટિયા વગર અરજદારોના કામ થતાં ન હોવાની અથવા ધરમધક્કા ખાવા પડતાં હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ હવે સરકારી તંત્ર હરકતમાં આવ્યું છે અને એજન્ટોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.
જાહેરનામું બહાર પાડીને એક મહિના માટે એજન્ટોના સરકારી કચેરીમાં પ્રવેશ પર મનાઇ ફરમાવી છે. જેમાં ખેડા જિલ્લાની તમામ કચેરીઓ પાસે વચેટીયા એજન્ટોને સરકારી કચેરીના 100 મીટર ત્રિજ્યામાં આવવા પર પ્રતિબંધ મુક્યો છે. જેમાં આ પ્રતિબંધ 13 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી મૂક્યો છે. આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનાર સામે ગુનો નોંધાશે.