પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓએ ખેડા નડીયાદ જીલ્લામાં નાસતા ફરતા આરોપીએને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ સ્પેશીયલ ડ્રાઇવ આપેલ હોય તથા ના.પો.અધિ.સા નડીયાદ ડીવીઝન નાઓએ આગામી સમયમાં ગુરુ પુર્ણીમાં આવતી હોય જેથી કાયદો અને વ્યવસ્થા જળવાય તે અનુસંધાને મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરુધ્ધ જરૂરી કાર્યવાહી કરવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ હોય, જે આધારે વડતાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.દેસાઇ નાઓએ સર્વેલન્સ ટીમના માણસોને અસરકારક પેટ્રોલીંગ રાખી નાસતા ફરતા આરોપીઓને પકડી ગુનાઓ અટકાવવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ. દરમ્યાન વડતાલ પોલીસ સ્ટેશનના અ.હેડકો ભરતસિંહ ચંદ્રસિંહ બ.નં.૮૫૦ તથા અન્ય પોલીસ માણસો સાથે વડતાલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન અ.પો.કો. વિષ્ણુભાઇ મુળજીભાઇ તથા અ.પો.કો, આકાશકુમાર ખોડાભાઇ નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે, ચકલાસી પોલીસ સ્ટેશનના ગુ.રજી.નં. ૧૧૨૦૪૦૧ ૭૨૨૦૧૦૮/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબના કામનો નાસતો ફરતો આરોપી જીતુભાઇ ઇશ્વરભાઇ પરમાર રહે. પુનમપુરા તાબે ઉત્તરસંડા તા.નડીયાદ જી.ખેડા નાનો હાલ ઉત્તરસંડા ચોકડી આવનાર છે અને તેણે શરીરે આછા ગુલાબી તેમાં મરુન તથા વાદળી પટ્ટા વાળી ટીશર્ટ તથા ગ્રે કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે.
જે બાતમી હકિકત આધારે સુંદર ઇસમની વોચ તપાસમાં રહી ઉપરોકત બાતમી હકિકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા એક ઇસમ બાતમીના વર્ણન મુજબના કપડા પેહેરેલ ઉભો હતો જેની ઉપર શક જતા તેને સ્થળ ઉપર રોકી લઇ પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરી કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી અને સદર ઇસમને વિશ્વાસમાં લઇ પુછતા જણાવેલ કે, પોતે ચકલાસી પોલીસ સ્ટેશનના ગુ.રજી.નં. ૧૧૨૦૪૦૧૭૨૨૦૧૦૮/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબના ગુનાનો નાસતો-ફરતો હોવાનું જણાવતો હોય જેથી તેને ઉપરોક્ત ગુનાના કામે પકડી BNSS કલમ ૩૫ (જે) મુજબ અટક કરી ચકલાસી પોલીસ સ્ટેશન વધુ કાર્યવાહી માટે સોંપેલ છે.