નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં ચાલતા જુગારધામ ઉપર સ્ટેટ મોનિટરીંગ સેલે સપાટો બોલાવ્યો છે, જેમાં પ્રવીણ ઠાકોર નામના બુટલેગર દ્વારા જુગારધામ ચલાવવામાં આવતા હોવાની ચર્ચા થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સ્ટેટ મોનિટરીંગ સેલે જુગારધામ ઉપર દરોડો પાડી ૧,૩૦,૦૦૦ રોકડા રૂપિયા કબજે કર્યા છે, આમ કુલ ૪,૩૨,૦૦૦ ટોટલ મુદ્દામાલ કબજે કર્યો છે. એસએમસીએ રેડ કરતા 12 જુગારીયાઓને દબોચ્યા છે, મેઇન બુટલેગર પ્રવીણ ઠાકોર અને તેનો પુત્ર મીત ઠાકોર અને રઇસ મહીડા ફરાર થવા પામેલ છે. આ જુગારધામ નડીઆદ પીજ ચોકડીએ આવેલા આશિયાના પાર્ટી પ્લોટ ની પાછળ ના રઇસ મહીડા ના ખેતરમા મોટા પાયે જુગાર ધામ ચાલતો હતો, આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.