જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લા બાળશ્રમ નાબૂદી અંગે ટાસ્ક ફોર્સ, ડિસ્ટ્રિક્ટ લેવલ ફેસીલીટેશન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, પર્યાવરણ સમિતિ, નશાબંધી અમલીકરણ પ્રચાર પ્રસાર અને પુરવઠા સલાહકાર સમિતિની બેઠકો યોજાઈ. જે બાબતે સંબધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી જિલ્લા કલેક્ટરએ જરૂરી માર્ગદર્શક સુચનો આપ્યા હતા.
જે અંતર્ગત જિલ્લા કલેક્ટરએ ઘન કચરા નિકાલ અંગે પ્લાસ્ટિક વેસ્ટ, લેગસી વેસ્ટ, ભીનો અને લીલો કચરાનુ સેગ્રીગેશન, વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટ, ડોર ટુ ડોર કચરા કલેક્શન અને ડમ્પીંગ સાઈટ જેવા મહત્વના મુદ્દા પર યુદ્ધના ધોરણે કામગીરી કરી જિલ્લામાં સ્વચ્છતાનું સ્તર ઉંચુ લાવવા કામગીરી કરવા નગરપાલીકાના ચીફ ઓફીસરઓને સુચના આપી હતી. વધુમાં, ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ સમિતિ બેઠક અતંર્ગત બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, ઈંટવાડા જેવા જગ્યાઓ પર મુલાકાત કરી બાળશ્રમ અટકાવ માટે નિયંત્રણ પગલા લેવા કલેક્ટરએ સુચાના આપી હતી.
સાથે જ કલેક્ટરએ 15મી ઓગસ્ટ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત વિવિધ નિયુક્ત કરાયેલ સમિતિઓની કામગીરીની સમીક્ષા કરી શહેરમાં સ્વસ્છતા, સાફ-સફાઈ, ઢોરનુ ટ્રાફિક જેવા ગંભીર મુદ્દાઓ પર તીવ્ર ગતિએ કામગીરી હાથ ધરવા સુચના આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, જિલ્લા વન સંરક્ષક અભિષેક સામરીયા,અધિક નિવાસી કલેક્ટર ભરત જોષી, ડીઆરડીએ ડાયરેક્ટર લલિત પટેલ, નાયબ પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારીઓ, નગરપાલિકા ચીફ ઓફીસરઓ, શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી, સહિત જિલ્લાના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.