Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 30°C

પ્રોહીબીશનના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીઓને ઝડતી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોવ્ડ

પ્રોહીબીશનના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીઓને ઝડતી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોવ્ડ

પોલીસ અધિક્ષક નાઓએ તા.૧૯/૦૭/૨૦૨૪ થી તા.૨૯/૦૭/૨૦૨૪ જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારુ સ્પેશિયલ ડ્રાઇવ રાખેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને નાયબ.પોલીસ.અધિકારી નાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સુચનાથી ઈ.ચા સર્વેલન્સ પો.સબ.ઇન્સ તથા સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન અ.હેડકો શ્રવણકુમાર સીયારામ નાઓને સંયુકત બાતમી હકિકત મળેલ કે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન ગુ.૨નં- ૧૧૨૦૪૦૪૫૨૩૦૫૫૨/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫ ઇ,૮૧,૯૮(૨), ૯૯,૧૧૬ (બી) મુજબના ગુનામા સંડોવાયેલ આરોપી દિપક ઠાકોર નાનો છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો છે અને સદર આરોપી હાલમાં ખોડિયાર ગરનાળા નજીક ગેરેજ દુકાન બહાર ઉભો છે. જે બાતમી આધારે તપાસ કરતા આરોપી દિપકભાઇ ઉર્ફે ભયલું મુકેશભાઈ ઠાકોર રહે. ઠાકોરવાસ ચંપા તલાવડી પાસે પવનચક્કી રોડ નડિયાદ તા.નડિયાદ જી.ખેડા નાઓ મળી આવતા પુછપરછ કરતા પોતે ગુનાના કામે નાસતા ફરતા હોવાનુ જણાવતા આરોપીને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૫ (૧)(જે) મુજબ અટક કરી આગળની વધુ તપાસ સારુ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ કરવામા આવેલ છે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.