Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 30°C

ખેડા : સેવાલિયા પાસેથી રૂપિયા 14.90 લાખના ડ્રગ્સ સાથે પરપ્રાંતિય ઈસમની ઘરપકડ કરાઇ

ખેડા : સેવાલિયા પાસેથી રૂપિયા 14.90 લાખના ડ્રગ્સ સાથે પરપ્રાંતિય ઈસમની ઘરપકડ કરાઇ

ખેડા જિલ્લાના સેવાલિયા પાસેથી પોલીસે બાય રોડ મધ્યપ્રદેશથી રાજકોટ લઇ જવાતું 14.90 લાખનું ડ્રગ્સના જથ્થા સાથે એક પરપ્રાંતીય યુવકની અટકાયત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડ્રગ્સ માફિયાઓ હવે આંતરરાજ્યથી બાય રોડ ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડી રહ્યા તેમ લાગી રહ્યું છે, ત્યારે ખેડા જિલ્લાના સેવાલિયા પાસેથી પર પ્રાંતિય ઈસમ પાસેથી રૂપિયા 14.90 લાખનું મેફેડ્રોન નામનું ડ્રગ્સ મળી આવ્યું છે પોલીસે ગોપાલ નધુલાલ મહેર (રહે દુધાલિયા, ઝાલાવાર, રાજસ્થાન) ની અટકાયત કરી આ ડ્રગ્સ કોને આપ્યું? ક્યાં ડિલિવરી કરવાનું હતું? આ તમામ દિશામાં પૂછપરછ હાથ ધરી છે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.