ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા પ્રભાત ઝાનું નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી પાર્ટી અને તેના સમર્થકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પ્રભાત ઝાએ તેમની રાજકીય કારકિર્દીમાં દેશની રાજનીતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને ભાજપમાં મહત્વપૂર્ણ હોદ્દા પર રહ્યા હતા. તેમના નિધનથી રાજકીય જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ મધ્યપ્રદેશમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ હતા.
भारतीय जनता पार्टी मध्यप्रदेश के पूर्व प्रदेशाध्यक्ष, वरिष्ठ नेता आदरणीय श्री प्रभात झा जी के निधन का अत्यंत दुखद समाचार प्राप्त हुआ।
बाबा महाकाल दिवंगत आत्मा को अपने श्री चरणों में स्थान दें एवं शोकाकुल परिजनों को इस भीषण वज्रपात को सहने की शक्ति दें।
मध्यप्रदेश के विकास में… pic.twitter.com/aSRNsOEXiN
— Dr Mohan Yadav (@DrMohanYadav51) July 26, 2024
પત્રકારત્વથી કારકિર્દીની શરૂઆત કરી
ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ અધ્યક્ષ પ્રભાત ઝા એક ગતિશીલ નેતા હતા અને પાર્ટીમાં તેમનો સારો પ્રભાવ હતો. તેમનો જન્મ 4 જૂન 1957ના રોજ બિહારના દરભંગામાં થયો હતો. પરંતુ તેઓ બાળપણમાં જ પરિવાર સાથે ગ્વાલિયર આવ્યા હતા. જેમનું પ્રાથમિક શિક્ષણ પણ ગ્વાલિયરમાં જ થયું હતું. તેમણે ગ્વાલિયરની પીજીવી કોલેજમાંથી બીએસસી, માધવ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં એમએ અને એમએલબી કોલેજમાંથી એલએલબીની ડિગ્રી મેળવી.
भाजपा वरिष्ठ नेता, @BJP4MP के पूर्व प्रदेश अध्यक्ष आदरणीय श्री प्रभात झा जी के निधन का अत्यंत दुखद समाचार प्राप्त हुआ। ईश्वर दिवंगत आत्मा को अपने श्री चरणों में स्थान दें एवं शोकाकुल परिजनों को इस भीषण वज्रपात को सहने की शक्ति दें।
ॐ शांति! pic.twitter.com/d5BSkjNar9
— VD Sharma (@vdsharmabjp) July 26, 2024
તેમના નજીકના લોકોનું કહેવું છે કે તેમનો શરૂઆતથી જ સંઘની વિચારધારા સાથે ખાસ સંબંધ હતો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત પત્રકારત્વથી કરી હતી. ત્યારબાદ તેઓ રાજકારણમાં આવ્યા ભાજપનું સભ્યપદ લીધું. એક સારા વક્તા ઉપરાંત તેઓ એક સારા લેખક પણ હતા. જેમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે. પ્રભાત ઝાના લગ્ન રંજના ઝા સાથે થયા હતા. તેમના બે પુત્રો તુષ્મુલ અને આયતન. ઝા ઘણા સમયથી બીમાર હતા. જેમને લગભગ 26 દિવસ પહેલા ભોપાલની એક ખાનગી હોસ્પિટલમાંથી ગુરુગ્રામ લઈ જવામાં આવ્યા હતા.