જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત તા.૧ થી ૮ ઓગસ્ટ સુધી વિવિધ થીમ આધારિત ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જિલ્લા પંચાયત ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી ફરજાના ખાન દ્વારા મહિલા અને બાળકોને લગતી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા પશુપાલન અધિકારીશ્રી સીએમ રાણા દ્વારા પશુપાલનને લગતી વિવિધ યોજના અને જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.એચ રબારી દ્વારા ખેતીવાડી અને બાગાયત ખેતી વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ખેતીવાડી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું તથા સારી કામગીરી કરેલ મહિલા સરપંચઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ અવસરે દહેજ પ્રતિબંધ અધિકારી ડૉ. સોનલબેન પટેલ, પશુ ચિકિત્સા અધિકારી નડિયાદ તથા મહેમદાવાદ, જિલ્લા પશુપાલન અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી સહિત અધિકારી-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યમાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.