પેરા ઓલ્મપિક્સ ગેમ્સ – 2024 માટે પેરા ઓલમ્પિક્સ કમિટી ઓફ ઈન્ડિયા (PCI) દ્વારા પેરિસ (ફ્રાંસ) ખાતે આયોજીત પેરા ઓલમ્પિક્સ ગેમ્સ 2024 માટેની ભારતીય પેરા એથ્લેટીક્સ ખેલાડીઓની પસંદગી સમિતિમાં ખેડા જિલ્લા રમત વિકાસ અધિકારી ડૉ. મનસુખ તાવેથિયાને સ્થાન આપવામાં આવ્યુ છે. મનસુખ તાવેથિયાની તા. 28-08-2024 થી 09-09-2024 સુધી ટુકડીમાં સહભાગી થશે.
જે બદલ પેરા ઓલમ્પિક્સ કમિટી ઓફ ઈન્ડીયાના સેક્રેટરી જનરલએ ભારતીય એથ્લેટીક્સ ટીમની પસંદગી બદલ ખેડા રમત વિકાસ અધિકારી મનસુખ તાવેથિયાને અભિનંદન પાઠવ્યા છે. તેઓ જણાવે છે કે ડૉ.મનસુખભાઈ બુધાભાઈ તાવેથિયા પેરા સ્પોર્ટસ ક્ષેત્રે રમતગમતના આયોજન માટે મહત્વપુર્ણ સ્થાન ધરાવે છે. ડૉ.મનસુખભાઈ તાવેથિયા પોતાની ટેકનીકલ કુશળતા સાથે દિવ્યાગં રમતવીરોનું સંચાલન કરવામાં નિપુણ હોવાથી તેમની સેવાનો ભારતીય દિવ્યાંગ રમતવીરોને લાભ મળશે.