ભારત માટે બુધવારનો દિવસ સૌથી મોટો આંચકો લઈને આવ્યો. ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ કે જેણે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવાની ખાતરી આપી હતી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. હવે આ મામલે PM મોદીએ IOAને આ મામલે કડક વાંધો ઉઠાવવાનું કહ્યું છે. વડાપ્રધાન મોદીએ ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના પ્રમુખ પીટી ઉષા સાથે વાત કરીને માહિતી માંગી છે. PM મોદીએ આ સ્થિતિમાં તમામ વિકલ્પો પર વિચાર કરવા કહ્યું છે. આ સાથે PM મોદીએ વિનેશ ફોગાટને અયોગ્ય ઠેરવવાને લઈને પેરિસ ઓલિમ્પિક કમિટી સમક્ષ વિરોધ નોંધાવવાનું કહ્યું છે.
PM Narendra Modi spoke to IOA President PT Usha and sought first-hand information from her on the issue and the options India has in the wake of Vinesh's setback. He asked her to explore the full range of options to help Vinesh’s case. He also urged PT Usha to file a strong… pic.twitter.com/qlGivfAXqL
— ANI (@ANI) August 7, 2024
ભારતીય ઓલિમ્પિક સંઘે કહ્યું કે, તે ખેદજનક છે કે ભારતીય ટીમ વિનેશ ફોગાટને મહિલા કુશ્તી 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય ઠેરવવાના સમાચાર શેર કરે છે. આખી રાત ટીમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હતું. આ સમયે ટીમ તરફથી વધુ કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે.