ગ્રામજનો આવ્યા આમને સામને. આશીપુરા ગામતળમાં મોબાઈલ ટાવર ઉભું કરવાની મંજૂરી બાબતે થયો એવો હોબાળો કે ઉમરેઠ તાલુકા વિકાસ અધિકારી જીગ્નેશ પટણી મારતા ઘોડે પહોંચ્યા આશીપુરા.
મોબાઈલ કંપનીના વ્યક્તિઓ સાથે આશીપુરાના એ કયા વ્યક્તિઓની સાંઠગાંઠ છે કે ગ્રામજનોને પોતાના ન્યાયિક વિરોધ કરવા માટે ભૂખ હડતાળ પર બેસવું પડે ?
શું દાતાવેજી પુરાવા ફાડવાની ઘટનામાં દાતાવેજ ફાડનાર ઉપર તંત્ર દ્વારા કડક પગલાં લેવાસે કે પછી તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચુપ !!
પ્રાપ્ત માહિતી અનુસાર આશીપુરા ગામમાં મોબાઈલનું ટાવર ઉભું કરવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ ગ્રામજનો દ્વારા પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરતા ગામતળમાં ટાવર ઉભા કરવાનો વિરોધ કરાઈ રહ્યો છે. પોતાની વાતને ન્યાય ન મળતાં અને મોબાઈલ કંપનીના માણસો દ્વારા “અમે તો અહીં ટાવર ઉભું કરીશું જ તમારાથી થાય તે કરી લો” એવુ સાભળતા આશીપુરાના મોટી સંખ્યામાં લોકો ભૂખ હડતાલ પર બેસી ગયા હતાં. ગ્રામજનોની ભૂખ હડતાલનાં કારણે તલાટી મંત્રી દ્વારા તાત્કાલિક સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. આ સામાન્ય સભામાં જ્યારે ગ્રામજનો પોતાની વાત મૂકી રહયા હતાં ત્યારે જ ગ્રામ પંચાયત વોર્ડનં-૧ નાં સભ્ય નિલમબેન પટેલ દ્વારા જાહેરમાં ઠરાવબુક ફાડી નાખવામાં આવી. આમ થવાથી એકાએક હોબાળો મચી જવા પામ્યો અને તાત્કાલિક ધોરણે ઉમરેઠ તાલુકા વિકાશ અધિકારી આશીપુરા ગ્રામ પંચાયત પહોંચ્યા. ગ્રામ પંચાયત ખાતે ઉમરેઠ ટી.ડી.ઓ. સાથે પૃચ્છા કરતા તેમણે દસ્તાવેજી પુરાવાનો નાશ કરવાનાં પ્રયત્ન બાબતે મને જાણ જ તેમ કહી આખા વિષયાંથી નનૈયો ભણી લીધો. ઉપરાંત આશીપુરા ગ્રામ પંચાયતનાં તલાટી ક્રિષ્નાબેને પણ ઠરાવબુક ફાડવાની ઘટના વિષયે ચુપ્પી સાધી લીધી.