પાંચ લાખ ની લાંચ લેતા રંગે હાથે ઝડપયેલા નડિયાદ એલઆઈબી શાખા ના એએસઆઈ ભરત ગોસ્વામી ને કોર્ટ માં રજુ કરી ને વધુ તપાસ અર્થે રિમાન્ડ ની માંગણી કરતા કોર્ટે પાંચ દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા હતા.
મળતી માહિતી મુજબ નડિયાદ નજીક એક ગામ માં રહેતા અને અમેરિકા સ્થિત ભારતીય દુતાવાસ માં થી આ વ્યક્તિ ના દીકરા ના પોલીસ કલેયરિંગ સર્ટિફિકેટ અંગે નડિયાદ સ્થિત ખેડા જિલ્લા ની ઇન્ક્વિરી આવી હતી. જેથી એ એસઆઈ ભરત ગોસ્વામી એ એનઆરઆઈ ના દીકરા ની તરફેણ માં પોલીસ કલેયરિંગ સર્ટિફિકેટ આપવા માટે રૂપિયા ચાલીસ લાખ ની માંગણી કરી હતી. રકઝક ના અંતે રૂપિયા પાંચ લાખ આપવા નું નક્કી થયું હતું.દરમ્યાન ઉત્તરસંડા ખાતે અમદાવાદ એસીબી એ છટકા નું આયોજન કરીને ભરત ગોસ્વામી ને રંગે હાથ ઝડપી પાડયા હતા.
આજે કોર્ટ માં રજુ કરી ને મિલકત સહીત ની તપાસ માટે રિમાન્ડ ની માંગણી કરી હતી. કોર્ટે પાંચ દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા છે.