નડિયાદ શહેરમાં આવેલ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં ગુરુવારે એ સી બી દ્વારા એક સફળ ટ્રેપ કરવામાં આવી હતી જેમાં એ.એસ.આઈ. ભરતગીરી ગૌસ્વામી નામનો ઈસમ રંગે હાથ ઝડપાયો હતો. એસીબી દ્વારા તેની તાત્કાલિક અસરથી ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઘટના ખરેખર આવકારદાયક છે પરંતુ તેની સાથે સાથે આ ઘટનામાં જો કોઈ પણ પ્રકારનો ઢાંક પીછોળો કર્યા સિવાય સાચી રીતે ભરતગીરી ગૌસ્વામીની તપાસમાં જે નામ નીકળે તે લોકોની પણ તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ તેવું સૌ પ્રજાજનો ઇચ્છી રહ્યા છે.
ખેડા જિલ્લામાં થઈ રહેલી ચર્ચાઓ પરથી જાણવા મળ્યું છે કે ભરતગીરી ગૌસ્વામી આ ઘટનામાં એકમાત્ર પ્યાદુ છે તેની પાછળ મોટા પોલીસ અધિકારીઓનો હાથ છે જેમાં આ ક્લીયરન્સ સર્ટિફિકેટ મેળવવા માટે જે કોઈ પોલીસ અધિકારીની સહીની જરૂર છે તેવા એલ.આઇ.બી ના અધિકારી મુકેશભાઈ બારોટનું નામ ખૂબ જ ચર્ચાના ચગડોળે ચડ્યું છે. ભરતગીરી ગૌસ્વામીની તાકાત નથી કે તે 40 લાખની લાંચ માગી શકે, તેની પાછળ ખૂબ જ મોટો સહારો હતો તે સહારો પોલીસ અધિકારીથી લઈને પોલીસ અધિક્ષક સુધીનો પણ હોઈ શકે છે કારણ કે પોલીસ ખાતામાં ચાલતી ભાગ બતાવીથી સૌ પરિચિત છે સાથે સાથે અધિકારી મુકેશ બારોટને પણ રાજકીય મોટો સપોર્ટ મળેલો છે આ ભાઈ એક એવા ભાજપના ઉચ્ચ પદ અધિકારીને સાચવી રહ્યા છે જેના પરિણામે તેઓનો વાળ પણ વાંકો થવાનો નથી તેમ તેઓ સમજી રહ્યા છે સાથે સાથે તેઓને એલઆઈબી માં મુકાવીને પણ પોતાનું ભરણપાળ પ્રાપ્ત થાય તે પ્રકારે આ ભાજપના પદાધિકારી દ્વારા ગોઠવણ કરવામાં આવી છે આ પદાધિકારી હાલ એક હથ્થું શાસન ભોગવી રહ્યા છે. હાલમાં પણ આ ભાજપના ઉચ્ચપદાધિકારીએ રાતોરાત પોતાના માનીતા પોલીસ અધિકારીને બચાવવા માટે ગુજરાત પ્રદેશમાં પણ ફોન કરીને આ અધિકારીને કંઈ પણ ન થાય તે માટે પોતાના ઘોડા દોડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે અને તે 100% સાચું છે આમ ભરતગીરી ગૌસ્વામી બિચારો અને બાપડો નિર્દોષ રીતે માર્યો જવાનો છે કારણ કે મગરમચ્છો ને ક્યારે ય કોઈ પકડી શક્યું નથી અને ક્યારેય તેઓને સજા પણ થઈ નથી ત્યારે આ ભરતગીરી ગૌસ્વામી નો પરિવાર તેવા લોહીના આંસુએ રડશે અને તેની હાય પોલીસ અધિકારીઓ અને ભાજપના પદાધિકારીને લાગશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે
જિલ્લા પોલીસ અધિક્ષક જાગે છે કે ઊંઘે છે…???
જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા રાજેશકુમાર ગઢિયાની કચેરીમાં જ આ ઘટના બની છે જે શરમજનક છે આ બાબતે પોલીસ અધિક્ષક દ્વારા જો પોતે આ ઘટનામાં કોઈ પણ પ્રકારે નિર્દોષ હોય તો તેઓએ જાતે પોતાની સમિતિ બનાવીને તપાસ કરવી જોઈએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી સાબિત કરીને બતાવવું જોઈએ ત્યારે જ તેઓ સાચા હંસ સાબિત થશે અન્યથા તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચૂપ… નો ઘાટ સૌ પ્રજાજનો સમજી જવાના છે.
પોલીસ અધિકારી ની બેનામી સંપત્તિની તપાસ કરાવવાની જરૂર છે આ ઘટનામાં કેટલાક પત્રકારો દ્વારા ભરતગીરી ગૌસ્વામીની મિલકતની તપાસણી બાબતની ચર્ચાઓ ચગડો રે ચઢાવવામાં આવી હતી પરંતુ સાચી ઘટનામાં ખરેખર તો જે ઉચ્ચ પોલીસ અધિકારી સંડોવાયેલા છે તેઓના બેન્ક ખાતના તથા તેઓની બેનામી મિલકતોની તાકીદે તપાસ કરાવવાની જરૂર છે.
ભાજપનું સંગઠન એટલે વાછોટિયાઓની મોટી ટોળી…
ખેડા જિલ્લા ભાજપમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોના નામે વાછોટિયાઓની ટોળી રાજ કરી રહી છે. જેઓને સંગઠનો સ નથી આવડતું તેઓ સંગઠન સંભાળી રહ્યા છે અને જેવો ગણિતનો ‘ગ’ નથી ભણ્યા એવા હિસાબનીશો છે.
હવે ટૂંક સમયમાં પાંચ નગરપાલિકા સમગ્ર ખેડા જિલ્લા પંચાયત અને બે તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસ પ્રતિદિન મજબૂતી તરફ વળી રહી છે અને ભાજપનો પ્રતિદિન ભ્રષ્ટાચારના પરિણામે પ્રકાશ થઈ રહ્યો છે ત્યારે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો અને સંસદ સભ્ય દ્વારા તાકીદ આ સંગઠન ને હટાવીને મજબૂત અને પ્રભાવી સંગઠન રચવા માટેની કાર્યવાહી હાથ કરવી જોઈએ અન્યથા ભાજપે જિલ્લા પંચાયત અને બે તાલુકા પંચાયત સહિત પાંચ નગરપાલિકાઓ ગુમાવવાનો વારો આવશે તેમાં કોઈ બે મત નથી આ દીવા જેવી સ્પષ્ટ વાત છે.