ખેડા જિલ્લામાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં તાલુકા પંચાયત તથા નગરપાલિકા દ્વારા તા.૦૫ ઓગસ્ટ થી તા.૧૨ ઓગસ્ટ દરમિયાન વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ,ખાતમુહુર્ત કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આજે જિલ્લાનાં ૧૪ ગામોમાં રૂ. ૧૧૭.૭૪ લાખના કુલ ૩૮ કામોનું ખાતમુહુર્ત, લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શનિવારના રોજ જિલ્લાના ૧૬ ગામોમાં રૂ. ૧૫૦.૮૫ લાખના કુલ ૪૯ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કુલ સાત દિવસમાં ૧૩૧ ગામોમાં રૂ.૮૦૩.૩૪ લાખના ૩૦૦ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
આ કામોમાં આંગણવાડી બાંધકામ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જાહેર શૌચાલય, પીવાનું પાણી, બોર, પેવર બ્લોક, ગટરલાઈન, પાણીની પાઈપલાઈન, સીસી રોડ, વરસાદી પાણીના નિકાલ માટેની ગટરલાઈન જેવા ગ્રામ્ય જનસુવિધા અને જનસુખાકારીનાં વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત સ્થાનિક ધારાસભ્ય, પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.