નડિયાદ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા ‘ખેડાનું ખમીર’ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખેડા જિલ્લામાં વિશિષ્ટ મહાનુભાવો-સેવાભાવી સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. નડિયાદ શહેર અને જિલ્લાના વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપનારા ૨૫ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોનું શાલ અને પ્રશસ્તિ પત્ર અર્પણ કરી બહુમાન કર્યું હતું.
નડિયાદના સંતરામ મંદિરને સમાજ સેવા, મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલને તબીબી સેવા, હિન્દુ અનાથ આશ્રમને સમાજસેવા, ડૉ. હર્ષદભાઈ દેસાઈને શિક્ષણ, રામસિંહ પ્રભાતસિંહ પરમારને સહકાર,અક્ષરભાઈ પટેલને રમત ગમત હસમુખભાઈ પટેલને સમાજ સેવા, સ્વ. ડૉ. કુલીનચંદ્ર યાજ્ઞિકને વહીવટી સેવા, વૈજ્ઞાનિક ઉમંગ પરીખ, મનુભાઈ જોષીને માનવસેવા, ડૉ.ભરતકુમાર દવેને તબીબી સેવા, ડૉ. બીપીનચંદ્ર પટેલને માનવસેવા, ભાસ્કરભાઈ પટેલને માનવસેવા, રાજેન્દ્રસિંહ ડાભીને સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ ગૌરીબેન પટેલ, જગદીશભાઈ પરમાર, આર્ય પટેલ, જેહાન મલેક તથા જ્યોર્તિમય મહેતાને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. કલા ક્ષેત્રે નમ્રતા શાહનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સ્વ. દિલેશભાઈ રાણા, સ્વ. જયંતીભાઈ પ્રજાપતિ, સ્વ. મેરૂભાઈ વણઝારા, સ્વ. ભાવિન પરમાર અને સ્વ. રસિકભાઈ પરમારને અકસ્માતમાં મૃત્યુ થતા અંગદાન કરીને અન્યોને જીવનદાન આપવા બદલ મરણોઉપરાંત સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પદાધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા