શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા તેના સુવર્ણ જયંતી વર્ષ નિમિત્તે તેમજ એસોસિએશનના સ્થાપના દિવસ નિમિત્તે તારીખ 14 ઓગસ્ટના રોજ ભવ્ય તિરંગા યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં મા. કલેક્ટરશ્રી અરવલ્લી, એએસપી સાહેબ, ડીએસપી સાહેબ અરવલ્લી, આસિસ્ટન્ટ કલેકટરશ્રી તેમજ મામલતદાર શ્રી મોડાસા, પુરવઠા અધિકારી શ્રી મોડાસા, તથા મોડાસા હાઈસ્કૂલ અને સર્વોદય હાઇસ્કુલ ના એનસીસી અને સ્કાઉટના ક્રેડેટ્સ, વિવિધ એસોસિએશનના સભ્યશ્રીઓ તથા કટલરી કરિયાણા ના સૌ વ્યાપારી મિત્રો અને કટલરી કરિયાણા મંડળીના ડિરેક્ટરશ્રીઓ ખૂબ ઉત્સાહથી આ યાત્રામાં જોડાયા હતા. આ યાત્રા ની શરૂઆત મંડળીની ઓફિસ માર્કેટયાર્ડ થી કરવામાં આવી હતી જે ડુગરવાડા ચોકડી થઈ બસ સ્ટેશન થઈ ચાર રસ્તા થઈ માલપુર રોડ ઉપર થી કલરવ કેમ્પસમાં પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો પણ જોડાયા હતા. યાત્રામાં ડીજે સાઉન્ડ ઢોલ નગારા તેમજ રાષ્ટ્રગીત અને સૂત્રચારો સાથે સંપન્ન થઈ હતી.
તારીખ 15 ઓગસ્ટ એસોસિએશનના સ્થાપના દિવસ નિમિત્તે મોડાસા ટાઉનહોલમાં કરાઓકે મ્યુઝિકલ ગ્રુપ તથા ડ્રમ બીટ ગ્રુપ હિમાંશુભાઈ ભાવસારના સહકારથી કરા ઓકે મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે 300 સભ્યશ્રીઓ કપલમાં જોડાયા હતા અને આ કાર્યક્રમમાં એસોસિએશનના ઘણા બધા સભ્યશ્રીઓએ પોતાની કળા પ્રદર્શિત કરી હતી સાથે સાથે મોડાસા નગરના ગાયક કલાકારોએ પણ પોતાની કળા પ્રદર્શિત કરી સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી પિયુષભાઈ પ્રજાપતિએ હાસ્યરસ ની લહાણી કરી હતી. કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ શ્રી નીરજભાઈ શેઠ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમનું સન્માન બુકે અને શાલથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સીઇબી ઈસ્માઈલ કાકા, ચેરમેન શ્રી પંકજ કાકા, પ્રમુખ શ્રી રમણભાઈ પ્રજાપતિ, પ્રોજેક્ટ કન્વીનર મયુરભાઈ બુટાલા, સોવેનીયર કન્વીનર જગદીશભાઈ ભાવસાર, ફંડ કન્વીનર સલીમભાઈ દાદુ, મંત્રીશ્રી મુકુન્દ શાહ, ઉપ-પ્રમુખ શ્રી નરેન્દ્ર ભાઈ શાહ અને પ્રવીણભાઈ પટેલ, સહમંત્રી શ્રી મનીષભાઈ ભાવસાર અને નયનભાઈ કોઠારી તથા ખજાનચી જયેશભાઈ ગાંધી તથા એસોસિએશનના સલાહકાર બોર્ડના સભ્યશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ અને સામાન્ય સભ્યશ્રીઓ એ ઉપસ્થિત રહી કાર્યક્રમની માણ્યો હતો અને કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.