ભારતીય જનતા પક્ષ દ્વારા શરૂ થનાર સદસ્યતા અભિયાનમાં ભાવનગર જિલ્લો સૌથી મોખરે રાખવાની નેમ વ્યક્ત થઈ છે. પ્રદેશ અગ્રણી વાઘજીભાઈ ચૌહાણ તથા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાની વિશેષ ઉપસ્થિતિમાં રાઘવજી મકવાણાનાં અધ્યક્ષસ્થાને ભાવનગરમાં કાર્યશાળા યોજાઈ ગઈ.
ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી મકવાણાનાં અધ્યક્ષ સ્થાને સદસ્યતા અભિયાન ૨૦૨૪ કાર્યશાળા યોજાઈ ગઈ, જેમાં તેઓએ સૌ કાર્યકર્તાઓની સક્રિયતાથી લોકસભામાં નિમુબેન બાંભણિયાને ભારે બહુમતીથી વિજયી બનાવી મંત્રીપદ સુધી પહોંચાડયા અંગે હરખ વ્યક્ત કર્યો. તેઓએ ઉમેર્યું કે જાગૃત કાર્યકર્તાઓને તો પારિવારિક પ્રસંગોને મૂકીને પણ પક્ષ માટે કાર્યરત રહેવું પડતું હોય છે.
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ પોતાનાં સાંસદ અને મંત્રીપદ માટે એક એક કાર્યકર્તાને બિરદાવ્યાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આગામી આયોજનોનો ટુંક ઉલ્લેખ કર્યો. તેઓએ સદસ્યતા અભિયાન સંદર્ભે છેવાડા વિસ્તારમાં સંપર્કો વધારવા કાર્યકર્તાઓને અનુરોધ કર્યો.
ભાજપ પ્રદેશનાં સદસ્યતા અભિયાન સહસંયોજક વાઘજીભાઈ ચૌહાણે ભાજપ સદસ્યતા નોંધણી અંગે સૌ કાર્યકર્તાઓને પોત પોતાનાં વિસ્તાર માટે સંપર્ક વધારવા ભારપૂર્વક જણાવ્યું.
ભારતીય જનતા પક્ષ દ્વારા શરૂ થનાર સદસ્યતા અભિયાનમાં ભાવનગર જિલ્લો સૌથી મોખરે રાખવાની નેમ વ્યક્ત થઈ છે. આ અંગે જિલ્લા સંયોજક હર્ષદભાઈ દવેએ સદસ્યતા નોંધણી માટેની પક્ષની માર્ગદર્શિકા અંતર્ગત પ્રક્રિયાની સમજ આપી. મતદાન મથક વિસ્તારવાર સભ્યો નોંધવા પર તેઓએ ભાર મૂક્યો.
કાર્યશાળા પ્રારંભે મહાનુભાવોનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. અહી ભરતભાઈ મેર દ્વારા સ્વાગત ઉદ્બોધન કરવામાં આવેલ.
કાર્યશાળા સંચાલનમાં ચેતનસિંહ સરવૈયા રહ્યાં હતાં. આભાર વિધિ રાજેશભાઈ ફાળકીએ કરી હતી.
ભાવનગ
રમાં યોજાયેલ આ કાર્યશાળામાં ચિથરભાઈ પરમાર, જ્યોત્સનાબેન ભટ્ટ, નીલેશભાઈ પટેલ, મૂળજીભાઈ મિયાંણી સાથે જિલ્લા ભાજપનાં સંગઠન પદાધિકારીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી અને યુવા ભાજપ દ્વારા જહેમત રહી હતી તેમ પ્રવક્તા કિશોર ભટ્ટ તથા પ્રચાર સહ સંયોજક મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)