ચણાને પોતાના ડાયેટનો ભાગ જરૂર બનાવો. શેકેલા ચણા, બાફેલા ચણા, કાચ્ચા ચણા કોઈ પણ પ્રકારના ચણા તમે ખાઈ શકો છો. ઘણા લોકો લીલા ચણાનું શાક પણ બનાવે છે. પરંતુ તમે તેને સવારે નાસ્તામાં પણ શામેલ કરી શકો છો. આ ચણા શિયાળામાં વધારે જોવા મળે છે.
ગ્રીન ચણા વિટામિન, મિનરલ અને પ્રોટીનથી ભરપૂર હોય છે. લીલા ચણા ખાવાથી શરીરને ભરપૂર પોષણ મળે છે. ઈમ્યુનિટીને મજબૂત બનાવવાથી લઈને બ્લડ શુગરને કંટ્રોલ કરવા સુધી દરેક રીતે ગ્રીન ચણા મહત્વનો ભાગ ભજવે છે.
લીલા ચણાને પ્લાન્ટ બેસ્ડ ફૂડમાં સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. આ પોષક તત્વોનો ભંડાર છે. લીલા ચણા ખાવાથી શરીરને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઈ મળે છે. લીલા ચણામાં વિટામિન બી- કોમ્પ્લેક્સ કે બી1, બી2, બી3 અને બી5, બી6 પણ હોય છે. તેના ઉપરાંત તેમાં વિટામિન કે મળી આવે છે.
ચણા ખાવાથી ફાઈબર, આયર્ન, ફોસ્ફોરસ, સોડિયમ, મેગ્નેશીયમ, પોટેશિયમ, સેલેનિયમ, કેલ્શિયમ જેવા મિનરલ મળે છે. તેમાં લો કેલેરી, ફેટ્સ, કાર્બોહાઈડ્રેટ્સ, ડાયેટ ફાઈબર અને ફેટી એસિડ્સ મળી આવે છે.
લીલા ચણા ખાવાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે. તેમાં શરીરને તાકાતવાર બનાવવા માટે બધા જરૂરી વિટામિન અને પોષક તત્વો મળી આવે છે. લીલા ચણાથી તમે કોઈ પણ પ્રકારના સંક્રમણના ખતરાથી બચી શકો છો.
લીલા ચણા ડાયેટરી ફાઈબરથી ભરપૂર હોય છે જેનાથી બ્લડ શુગર લેવલને નોર્મલ કરી શકાય છે. ટાઈપ 2 ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. લીલા ચણા ખાવાથી બ્લડમાં ગ્લૂકોઝ અને લિપિડ પ્રોફાઈલને કંટ્રોલ કરી શકાય છે.
લીલા ચણામાં ફાઈબર વધારે હોય છે. તેને ખાવાથી પાચનતંત્ર તંદુરસ્ત બને છે અને કબજીયાતની સમસ્યા દૂર થાય છે. લીલા ચણાથી પેટ સ્વસ્થ્ય રહે છે.
લીલા ચણા વિટામિન એથી ભરપૂર હોય છે જે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. તેના ઉપરાંત સ્ટ્રેસથી પણ બચાવે છે. આંખોમાં થતી બીજી સમસ્યાઓને દૂર કરવામાં જરૂરી વિટામિન પણ લીલા ચણામાં મળી આવે છે.