વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં તથા દેશના ગૃહ તથા પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના માર્ગદર્શન હેઠળ ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક, નડિયાદ બેન્કના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલના સહકારથી સમૃદ્ધિ અભિયાન હેઠળ બેન્કના ડિરેક્ટર ભેમસિંહભાઈ રાઉલજીની આગેવાનીમાં તા.૦૬/૦૯/૨૦૨૪ શુક્રવારે નાબાર્ડ ના ઉપક્રમે ઠાસરા તાલુકાના ગુમડીયા ગામમાં નાણાકીય સાક્ષરતા અભિયાન (એફ.એલ.સી કેમ્પ)નું આયોજન બેન્ક દ્વારા કરેલ જેમાં ગુમડીયા ગામ ની મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા, નાણાંકીય સાક્ષરતા અભિયાન (ફાઇનાન્સિયલ લિટરેસી કેમ્પ – FLC ) માં બેન્ક ની ડિપોઝિટ યોજનાની સમજૂતી ,કેવાયસી અંગેની જાગૃતિ ડિજિટલ બેન્કિંગ તથા માઈક્રો એટીએમ ની સમજુતી, બેંકની વિવિધ ધિરાણ યોજનાની માહિતી, રિકવરી અંગેની માહિતી, સામાજિક જન જાગૃતિ અંગેની સમજૂતી,સી ટુ સી (સહકરી સંસ્થાઓ વચ્ચે સહકાર),સેવા મંડળીઓ નું કોમ્પુટર રાઇઝેશન,સેવા મંડળી સી એસ સી (કોમન સર્વિસ સેન્ટર) અંતર્ગત ગામ વિવિધ કામગરી કરી શકશે તેવી માહિતી આપવામાં આવી.
જેમાં બેન્કના ડિરેક્ટર ભેમસિંહભાઈ રાઉલજી, નરવતભાઈ પરમાર ચેરમન ગુમડીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી તથા બેન્ક અધિકારી તથા કર્મચારી તેમજ ગામના અન્ય આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.