ઘણા લોકો પોતાની વધતી ચરબીના કારણે પરેશાન રહે છે. જો તમે પણ તેને કંટ્રોલ નથી કરી શકતા તો હીંગ તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. હીંગમાં એવા બાયોએક્ટિવ ગુણ હોય છે જે ડાયજેશન ઝડપી કરવાની સાથે વેટ લોસમાં તેજી લાવી શકે છે. તેના ઉપરાંત વેટ લોસમાં હીંગના ઉપયોગના ઘણા ફાયદા છે. આવો જાણીએ વેટ લોસ માટે કેવી રીતે હીંગનું સેવન કરવું જોઈએ.
હીંગનું પાણી વેટ લોસમાં ઝડપથી મદદ કરી શકે છે. માટે હીંગના પાણીને ઉકાળી લો અને પછી તે પાણીને એક ગ્લાસમાં નાખી. ઠંડુ થાય એટલે થોડુ મીઠુ અને લીંબુનો રસ મિક્સ કરી તેને પી લો. તમારૂ મેટાબોલિઝમ ઝડપી કરવાની સાથે કેલેરી બર્ન કરવા અને વેટ લોસમાં મદદ મળશે. તેનાથી પેટ સાફ થાય છે શરીરની ગંદકી ફ્લશ આઉટ થાય છે અને પછી વજન ઘટવામાં મદદ મળે છે.
હીંગ અને ઘીનું સેવન
હીંગ અને ઘીનું સેવન કરવાથી ઝડપથી વજન ઘટે છે. આ બન્ને આંતરડાને સાફ કરવાનું કામ કરે છે. આ માટે ઘીને ગરમ કરી તેમાં હીંગ નાખી ઠંડુ કરી તેનું સેવન કરવું. ત્યાર બાદ એક ગ્લાસ હુફાળુ પાણી પી લો. આ આંતરડાની સફાઈ કરવાની સાથે પેટની ગંદકીને ફ્લશ આઉટ કરે છે અને વેટ લોસમાં મદદ કરે છે.
હીંગ અને રાઈસ વોટર
ભાતનું પાણી પીવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને જો તમે વેટ લોસ કરી રહ્યા છો. ભાતનું ઓસામણ કાઢી તેમાં હીંગ અને મીઠુ મિક્સ કરી પીલો. થોડા દિવસો સુધી તેને દિવસમાં એક વખત જરૂર પીવો. આમ કરવાથી વેટ લોસમાં મદદ મળશે.