બેઠક અંતર્ગત અનાજ અને પુરવઠો, જાહેર જગ્યાઓ પર ગેરકાયદેસર બાંધકામ, આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર, ગંદા પાણી નિકાલ, રોડ રસ્તાઓનું સમારકામ, પુરગ્રસ્ત વિસ્તારોમાં રાહત, પડતર અરજીઓનો નિકાલ, વસુલાત સહિતના મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરી જે તે સમસ્યાઓના ત્વરિત નિકાલ માટે સૂચના આપવામાં આવી હતી.
જિલ્લા કલેકટરએ ખાસ કરીને તમામ વિભાગોમાં આઉટસોર્સિંગ થી નિયુક્ત કરેલા કર્મચારીઓના પગાર પૂરતા અને સમયસર ચુકવાય તે બાબતે નક્કર કામગીરી કરવા સૂચના આપી હતી.
આ ઉપરાંત કલેકટરએ જિલ્લામાં સ્વચ્છતા અને સેવા સેતુ કાર્યક્રમ અંગેની કામગીરી અંગે સમીક્ષા કરી સ્વચ્છતા અને યોજનાકીય લાભ આપવાની કામગીરીને ઝુંબેશના ધોરણે આગળ વધારવા સૂચના આપી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય સર્વ પંકજભાઈ દેસાઈ, અર્જુનસિંહ ચૌહાણ, કલ્પેશભાઈ પરમાર, યોગેન્દ્રસિંહ પરમાર, સંજયસિંહ મહિડા, રાજેશભાઈ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવા, નાયબ વન સંરક્ષક અભિષેક સામરીયા, નિવાસી અધિક કલેકટર ભરત જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક લલિત પટેલ, નાયબ પોલીસ અધિક્ષક બાજપાઈ સહિત સંબંધિત વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.