Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

નડિયાદ: મહિલાને પડોશી મહિલાએ એસિડ છાંટી ઘાયલ કરી લૂંટી લીધી

નડિયાદ: મહિલાને પડોશી મહિલાએ એસિડ છાંટી ઘાયલ કરી લૂંટી લીધી

નડિયાદ મોટા મહાદેવ પાસે એક મહિલા ને પડોશી મહિલાએ ઉછીના આપેલ પૈસા પરત આપવા માટે બોલાવી એસિડ એટેક કરી ઘાયલ કરી મહિલા એ કાન માં પહેરેલ સોનાની નવ બુટ્ટી લૂંટી લીધા નો બનાવ નડિયાદ શહેર પોલીસ મથકે નોંધાતા નગરમાં ભારે ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદમાં મહિલાએ અન્ય મહિલા પર એસિડ ફેંક્યાની ઘટના બની છે. ઉછીના લીધેલા નાણાં પરત આપવાના બહાને મહિલાને બોલાવી વધુ નાણાં માંગતા મહિલાએ ન આપતા ખુન્નસમા આવેલી મહિલાએ અન્ય મહિલાને ધુંગામાં લઈ જઈ એસિડ ફેક્યાની ઘટના બની છે. આટલેથી વાત ન અટકતા ગંભીર રીતે શરીરે દાજી ગયેલી મહિલાના કાનમાંથી સોનાની કડીઓની લૂંટ આ એસિડ ફેકનાર મહિલાએ ચલાવી છે. આ બનાવ મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકે પીડીત મહિલાએ કાવતરું આચરનાર એસિડ એટેક કરનાર મહિલા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.