જીવન નો છેલ્લો પડાવ એટલે સ્મશાન પરંતુ આપણા સમાજની કમનસીબી છે કે ઘણી બધી વાર એવા મૃત દેહ મળે છે જે બિનવારસી હોય છે , પરંતુ તે દેહને પણ પંચ મહાભૂતમાં મળી જવાનો તેટલો જ હક હોય છે . એવી જ પ્રેરણા સાથે ભાવનગર ના ભરતભાઈ મોણપરા અને તેમના સાથી મિત્રો બિનવારસી લાશ ને વિધિવત ક્રિયાકર્મ કરે છે .
કોણ કહે છે કે માનવતા મારી પરવારી છે ભાવનગરના ભરતભાઈ મોણપરા આજ દિન સુધી ૭૫ જેટલી બિનવારસી મૃતદેહો ને અગ્નિ સંસ્કાર કરી ચૂક્યા છે , ભાવનગર જિલ્લા કે આસપાસ ના જિલ્લામાં પોલીસ ને કોઈ બિનવારસી લાશ મળે એટલે તેઓ ભરતભાઈને સંપર્ક કરતા હોય છે . પોલીસ ની કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ ભરતભાઈ મોણપરા , યોગેશભાઈ અને તેમના સાથી મિત્રો મૃતદેહ ને સ્મશાને લઈ જાય છે , ફૂલહાર કરે છે , અને ચીતા ઉપર લઈને મૃતદેહનો વિધિવત અગ્નિસંસ્કાર કરે છે . અત્યાર સુધી ૭૫ થી વધુ બિનવારસી મૃતદેહ ના અગ્નિસંસ્કાર કરી ચૂક્યા છે . કોરોના સમય ની વાત જણાવતાં ભરતભાઈ એ કહ્યું કે તે સમયમાં ૫૦ થી વધુના મૃતદેહો ને તેમણે અગ્નિદાહ આપ્યો હતો .
રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)
બાઈટ : ભરતભાઈ મોણપરા , સમાજિક કાર્યકર