સોશિયલ મીડિયા પર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાં કેટલીક ભ્રામક હોય છે. આવા અહેવાલ વાંચીને તેને ફોરવર્ડ કરનારા લોકોની સંખ્યા પણ વધારે હોય છે. આવો જ એક ભ્રામક મેસેજ પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થા યોજનાને લઈ થઈ રહ્યો છે.
Have you also received a #WhatsApp forward claiming to provide ₹3⃣5⃣0⃣0⃣ per month under the 'Pradhan Mantri Berojgar Bhatta Yojana' by the Government of India ⁉️#PIBFactCheck
❌No such scheme is being run by the Government of India
✔️Never click on any suspicious links ‼️ pic.twitter.com/3VAgxIiavm
— PIB Fact Check (@PIBFactCheck) October 17, 2024
સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજમાં શું કરવામાં આવ્યો છે દાવો
સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર બેરોજગાર યુવાઓને દર મહિને 3500 રૂપિયા આપશે. વોટ્સએપ સહિત તમામ સોશિયલ મીડિયા સાઇટ પર આ મેસેજ ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે અને તેની સાથે એક લિંક પણ આપવામાં આવી છે. આ લિંક પર ક્લિક કરીને યોજનાનો લાભ લેવા રજિસ્ટ્રેશન કરવા જણાવાયું છે. જોકે આ ખબર ફેક છે અને સરકારે ખુદ તેના સ્પષ્ટીકરણ કર્યુ છે.
પીઆઈબી ફેક્ટ ચેક ટીમે શું કહ્યું
પીઆઈબી ફેક્ટ ચેક ટીમે આ મેસેજને ફેક ગણાવ્યો છે. પીઆઈબીની ટીમે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, એક વાયરલ વોટ્સએપ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થા યોજના અંતર્ગત યુવાઓને દર મહિને 3500 રૂપિયા ભથ્થું આપવામાં આવશે. આ મેસેજ ફેક છે. ભારત સરકારી આવી કોઈ યોજના ચલાવતું નથી. મહેરબાની કરીને આવા મેસેજ ફોરવર્ડ ન કરો.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી [email protected] પર મેઈલ કરી શકો છો.