ભાવનગર શહેરમાં મોડી રાત્રે જુના બંદર રોડ પર આવેલ પ્લાસ્ટિકના વેસ્ટેજમાં વિકરાળ આગ ભભૂકી હતી અને વહેલી સવારે બુધેલ પાસે ફર્નિચરની ફેક્ટરીમાં આગ લાગી હતી આમ, શહેરમાં બે સ્થળોએ આગ બનાવો બન્યા હતા, બંને સ્થળોએ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો,
સમગ્ર બનાવ અંગે ભાવનગર ફાયરબ્રિગેડ કચેરીએથી જાણવા મળતી વિગતો અંગે પ્રથમ બનાવમાં ગત મોડીરાત્રે જુના બંદર રોડ પર આવેલ રાજુભાઈ બધેકા ની માલિકીની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં વેસ્ટઝમાં અચાનક આગ ભુભકી ઉઠી હતી, આ અંગે તાત્કાલિક ફાયરવિભાગેને જાણ કરતા તત્કાળ ઘટના સ્થળે પહોંચી બે ગાડી પાણીનો છટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો, આગ પર કલાક ની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો,
જ્યારે બીજા બનાવ આજે વહેલી સવારે 5:45 વાગે ફાયર વિભાગમાં કોલ આવ્યો હતો કે સીદસર બુધેલ બાયપાસ રોડ પર આવેલ પાણીની ટાંકીની સામે જગદીશ સોસાયટી પ્લોટ નંબર.5માં આવેલ વિવેક મનીષભાઈ મકવાણાની માલિકી નવરંગ ફર્નિચરની ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી, આ અંગેની તાત્કાલિક ફાયર વિભાગને તથા ઘટના સ્થળે દોડી જઈ અડધી ગાડી પાણીનો છટકાવ કરી આગ ઉપર કાબુ મેળવ્યું હતું, આગ પર કલાક ની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો,આ આગમાં લાકડા તથા મશીનરી સળગી હોવાનું જાણવા મળ્યું હતું, બંને આગમાં આગ લાગવાનું કારણ કે નુકસાની જાણવા મળી ન હતી.