ગુજરાત રાજ્ય મા દિવસે ને દિવસે સતત મહિલાઓ ની છેડતી અને બળાત્કાર ની ધટનાઓ સામે આવી રહી છે, નવરાત્રિ દરમ્યાન વડોદરા તેમજ સુરત મા પણ દુષ્કર્મ ની ધટના સામે આવી હતી , આ ધટના ના પડધા હજી સુધી શાંત પડ્યા નથી, ત્યાં ઉપરા ઉપરી સુરેન્દ્રનગરના થાનગઢ મા નાબાલિક પર દુષ્કર્મ ની ઘટના અત્યંત ચિંતા નો વિષય છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં વારંવાર પીડિતાને ધમકી આપી લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું. આ સમગ્ર મામલે પીડીતાની માતાએ થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે કુલ ૮ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
ગુજરાત રાજ્ય એ મહિલા સુરક્ષા માટે ઉત્તમ રાજ્યોની હરોળમાં અગ્રેસર નુ રાજ્ય છે. જે બિરુદ ક્યાંક ને ક્યાંક ધિમે ધિમે ખરડાઈ રહ્યુ છે. ગુજરાતમા થતા મહિલા દુષ્કર્મ ની ધટનાઓ પર અંકુશ લાવવાની ખૂબ જ જરૂરીયાત જણાઈ આવી રહી છે. ગુજરાત માં સ્ત્રી અપમાન સહેજ પણ સાંખી ન લેવાનો સ્વભાવ રહેલો છે. તેવા ગુજરાત મા આ પ્રકારની ની ધટનાઓને કોઈ સ્થાન નથી. આ પ્રકારની ઘટનાઓમાં પ્રશાસન દ્વારા પણ ઝડપી અને ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને ચોક્કસ થી ઉદાહરણ બેસે તે પ્રકારે ની કાર્યવાહી કરી કડકમાં કડક સજા થાય તે માટે પ્રશાસનને કાર્યરત થવાની જરૂરિયાત છે.
અ.ભા.વિ.પ. ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, ” ગુજરાતમાં માં ભગવતી ની ઉપાસનાનો પર્વ, સ્ત્રી શક્તિને વંદન કરવાનો પર્વ એટલે નવરાત્રી. આ પવિત્ર તહેવારમાં પણ જો ગુજરાતમાં બે-બે મોટા શહેર પાસે મહિલાઓ પર થતા દુષ્કર્મ એ સમગ્ર માનવ સમાજ માટે નીંદનીય ઘટના છે. તે દુઃખદ ઘટનાઓ બાદ તુરંત જ સુરેન્દ્રનગર ના થાનગઢમાં છેલ્લા સાત મહિનાથી એક નાબાલીક બહેન સાથે આઠ જેટલા શખ્સો દ્વારા અલગ અલગ સ્થાન પર દુષ્કર્મ આચાર્યની ઘટના એ મનને વ્યથિત કરનારી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ આ તમામ ઘટનાઓ પર કડક કાર્યવાહીની સાથે સાથે આ કેસો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે અને પીડિતાને ઝડપીમાં ઝડપી ન્યાય મળે. તેવી માંગ કરે છે, અને ન્યાયિક પ્રક્રિયામાં લોકોનો વિશ્વાસ અતુટ રહે તે માટે આ પ્રકારની ઘટનાઓમાં તુરંત પ્રતિક્રિયા તેમજ કાર્યવાહી અત્યંત જરૂરી છે.