ખેડા જિલ્લાના નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં એક ડિવોર્સી યુવતીએ જિલ્લા પોલીસબેડામાં ફરજ બજાવતા પોલીસ કર્મી યશપાલસિહ કિશોરસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ બાબતે યુવતીએ આક્ષેપ કર્યો છે કે, આ યશપાલે તેણીની સાથે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો છે. કોરોનામાં પત્ની મરી ગઈ છે’ કહીં બે બાળકોની માતા પર પોલીસકર્મીએ 7 મહિના સુધી શરીરસુખ માણ્યું હતું. જ્યારે મહિલાએ લગ્નની વાત કરતાં જ પત્ની-બાળકો જીવત છે કહીં તેને છોડી દીધી હતી.
ફરિયાદીએ જણાવ્યું કે, ગત એપ્રિલ માસમાં તેને ખેડા જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિહ કિશોરસિંહ ઝાલા સાથે પરિચય થયો હતો. સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યાં હતા. એ બાદ આ બંને લોકો અવારનવાર રૂબરૂ મળતા અને વાત પ્રેમસંબંધ સુધી પહોંચી હતી. જે બાદ બંને વચ્ચે શારિરીક સંબંધ પણ બંધાયો હતો. જોકે, પોલીસ કર્મી યશપાલસિહ કિશોરસિંહ ઝાલાએ લગ્નની લાલચ આપી આ સંબંધ બાંધ્યા હોવાનું યુવતીએ પોલીસ સમક્ષ કહેતા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે. નડિયાદ પશ્ચિમ પોલીસે બીએનએસ કલમ 69 અને 351 (3) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ મામલે નડિયાદ ડિવિઝનના DYSP વી.આર. બાજપાયે મિડિયાને જણાવ્યું કે, આ ગુનામાં પોલીસે આરોપીની અટકાયત કરી છે. વધુમાં તેમણે કહ્યું કે, ફરિયાદી બહેન પોતે ડિવોર્સી છે અને આરોપી પોલીસ કર્મચારી પોતે પરીણિત છે. બનાવ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)