૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. આણંદ દ્વારા વાર્ષિક પ્રશિક્ષણ શિબિર – ૪૧૪ માં આર્મી વિંગનાં કેડેટ વિવિધ પ્રતિયોગિતામાં થામણા ખાતે ભાગ લેશે.વેપન ટ્રેનિંગ, કારકિર્દી વિકાસ, વ્યક્તિત્વ વિકાસ,”એ ” પ્રમાણપત્ર પરીક્ષાની તૈયારી,સાંસ્કૃતિક કાર્યક્રમ, બેસ્ટકેડેટ, નેતૃત્વ,સાયબર ક્રાઇમ,તણાવ દૂર કરવાની ટેકનિક,સામાજિક સેવા,સામુહિક જીવનશૈલી માં રહેતાં શીખવું વગેરેને લગતી તમામ તાલીમ કેમ્પ કમાંડન્ટ લેફ્ટનેન્ટ કર્નલ રાહુલ બોરિસ્કરનાં નેતૃત્વ તેમજ ડેપ્યુટી કેમ્પ કમાન્ડન્ટ મેજર એકતા જયસ્વાલનાં માર્ગદર્શન હેઠળ પ્રારંભિત આ કેમ્પ માં તા.૨૧ નવે.થી ૩૦ નવે.૨૦૨૪ સુધી થામણા ખાતે આયોજિત કરવામાં આવી છે. આ બટાલિયન અંતર્ગત વિવિધ શાળા અને કોલેજનાં ૩૫૫ કેડેટોને આદર્શ નાગરિકનાં ગુણોનાં વિકાસને લગતી તમામ તાલીમ ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી, આણંદની ટ્રેનિંગ ટીમ દ્વારા આયોજિત છે.આ વાર્ષિક શિબિર થામણા ખાતે કેમ્પ કમાન્ડન્ટનાં ઓપનિંગ એડ્રેસ થકી શરૂ કરેલ છે.