વાતાવરણમાં વધતા પ્રદૂષણને કારણે અસ્થમાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ બીમારી શા માટે થાય છે તથા તેનાથી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તે જાણવું જરૂરી છે.
અસ્થમા સાથે જોડાયેલી જરૂરી બાબતો
-અસ્થમા ફેફસાંની એવી બીમારી છે જે મુખ્યત્વે શ્વસન માર્ગ (શ્વાસનળીના ટિશ્યૂ, જે ઓક્સિજન ગ્રહણ કરે છે તથા કાર્બન ડાયોક્સાઇડ છોડે છે.)ને પ્રભાવિત કરે છે.
-અસ્થમાને કારણે જ શ્વાસનળીઓમાં સોજો આવવો, સંકોચન થવું, છાતીમાં સિસોટી વાગવી, શ્વાસ લેવામાં તકલીફ, ઝડપથી શ્વાસ ચાલવા વગેરે જેવી તકલીફો થાય છે.
-એલર્જીની સમસ્યા વંશાનુગત પણ હોઈ શકે છે. જો કોઈ વ્યક્તિનાં માતા-પિતા, ભાઈ-બહેન (ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ)ને અસ્થમા હોય તો તેના થવાની શક્યતા વધી જાય છે, પરંતુ એવું નથી કે ઘરના કોઈ સદસ્યને અસ્થમા ન હોય તો તે વ્યક્તિને આ થશે જ નહીં.
અસ્થમાના પ્રકાર
1 એલર્જિક અસ્થમા
એલર્જિક અસ્થમા દરમિયાન કોઈ વસ્તુથી એલર્જી જેમ કે, ધૂળ-માટીના સંપર્કમાં આવતાં જ શ્વાસ ચઢવા લાગે અથવા તો મોસમમાં પરિવર્તનની સાથે વ્યક્તિ દમથી ગ્રસિત થઈ જાય છે. કોઈ વિશેષ ખાવાની વસ્તુ, તેજ ગંધ, પરાગકણ વગેરેના સંપર્કમાં આવતાં જ એલર્જિક અસ્થમાથી પ્રભાવિત થઈ જાય છે, તેને એટોપિક અસ્થમા પણ કહે છે.
2 નોન એલર્જિક અસ્થમા
આ અસ્થમા કોઈ વસ્તુની અધિકતા (એક્સ્ટ્રીમ)ને કારણે થઈ શકે છે. વધારે તણાવમાં હો, વધારે જોરથી હસી રહ્યા હો, બહુ વધારે ઠંડી લાગી રહી હોય અથવા બહુ વધારે શરદી-ખાંસી હોય, વ્યાયામ કરી રહ્યા હો એવી સ્થિતિમાં જ લોકોમાં અસ્થમાનાં લક્ષણ દેખાય છે. તે નેઝલ પોલિપ્સ સાથે સંબંધિત છે, તેમાં નાકની અંદર નાના નાના દાણા બની જાય છે, જેને કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
કારણ
-અસ્થમા મુખ્યત્વે આનુવંશિક બીમારી છે, જે સતત કોઈ ખાદ્ય વસ્તુને કારણે પરિવારમાં ચાલતી આવે છે. ધૂળ, ધુમાડો, તેજ ગંધ જેમ કે, અગરબત્તી, પ્રદૂષણનો વધતો સ્તર, પાલતુ જાનવરોના સંપર્ક, પરાગકણ જેવા હવામાં ભળેલા આ કણોને કારણે અસ્થમાની સમસ્યા વધી શકે છે.
-વાઇરલ ઇન્ફેક્શન, ઠંડી હવા, મોસમ બદલાવી, વ્યાયામ, કોઈ ખાસ દવાનો પ્રભાવ, કોઈ ખાસ કેમિકલની સુગંધ, કોઈ વસ્તુના બળવાની ગંધ વગેરેને કારણે પણ અસ્થમાની ફરિયાદ થઈ શકે છે. મજબૂત ભાવનાઓ જેમ કે, હસવું, દુ:ખી થવું, ચિંતા કરવી વગેરે જેવા કારક પણ અસ્થમાની બીમારીને વધારી દે છે.
-અસ્થમાનું જોખમ વાયુ પ્રદૂષણ (ઘરની અંદરનું વાતાવરણ જેમ કે, રૂમમાં ધૂળ, કાર્પેટ, ફંગસ, ગંદા વેન્ટિલેશન, પાલતુ જાનવર), કેટલીક દવાઓ જેમ કે, પેઇનકિલર ગોળીઓથી પણ વધે છે. ગેસ્ટ્રોસ્ફોગલ રિફ્લક્સ (એસિડિટી) અને એલર્જિક-રિહાઇનટિસ/સાઇનસાઇટિસ (સતત છીંક આવી, નાક બંધ કરવું) આ બધાનો અસ્થમા સાથે ગાઢ સંબંધ છે. તેથી અસ્થમાની સાથે જ નાક બંધ થવાની અને એસિડિટીની સમસ્યા હોય તો તે બંનેનો સાવચેતીપૂર્વક ઇલાજ કરાવવો જોઈએ.
લક્ષણ
શ્વાસ લાંબા કે ટૂંકા ચાલવા, છાતી અકડાઈ જવી એ અસ્થમાનાં મુખ્ય લક્ષણ હોય છે. લાંબા સમય સુધી કફની સમસ્યા પણ અસ્થમાનું જ લક્ષણ છે. સવાર અને સાંજના સમયે તેનો પ્રભાવ વધારે રહે છે.
સારવાર
ઝડપી શ્વાસ ચાલવા, ઉધરસ આવવી, શ્વાસ ચઢવાની સમસ્યાની સાથે જે ડોક્ટર એલર્જી સંબંધિત ફેમિલી હિસ્ટ્રીનું પણ પરીક્ષણ કરે છે. પ્લુમનરી ફંક્શનલ ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, સ્કિન પ્રિક અથવા બ્લડ એલર્જી ટેસ્ટ, પ્લ્યુમનરી ફંક્શન ટેસ્ટ (બ્રોન્કપ્રાવકેશન ટેસ્ટિંગ) પણ કરવામાં આવે છે. કોરટિકોસ્ટીરોઇડ ઇન્હેલ્ડ અસ્થમાની આધારભૂત સારવાર છે. તે શ્વાસનળીમાં થનારો સોજો અને બળતરાને ઓછી કરે છે તથા ફેફસાંને અસ્થમા માટે જવાબદાર કારણોથી બચાવે છે.
આ સાવધાનીઓ બચાવશે અસ્થમાથી
1 હાઇપોએલર્જિક (ટ્વેક) પિલો કવર ધૂળના કણોના સંપર્કને ઓછો કરે છે, તેનો પ્રયોગ ફાયદાકારક છે.
2 ધુમાડાવાળું વાતાવરણ (બંધ રૂમ, સ્મોકિંગ ઝોન, કંઈક બળી રહ્યું હોય)થી દૂર રહો. તેનાથી અસ્થમાનો એટેક ઓછો કરી શકાય છે.
3 જો એલર્જી હોય તો કાર્પેટ અને પાલતુ જાનવરોને ઘરમાં ન રાખવાં જોઈએ. ઘરના વાતાવરણને ધૂળમુક્ત રાખવું જોઈએ. વેક્યૂમ ક્લીનર અને એર પ્યુરિફાયરનો ઉપયોગ અસ્થમા સામે રક્ષણ પૂરું પાડે છે.
4 વર્ષમાં એક વાર ઇન્ફ્લુએન્ઝા વેક્સિનની સાથે ન્યુમોનિયા વેક્સિન આપવાથી પણ અસ્થમાના એટેકનું જોખમ ઓછું કરવામાં મદદ મળે છે.
5 પેઇનકિલર દવાઓ પણ અસ્થમા માટે જવાબદાર છે, તેથી આ દવાઓ લેવાથી બચવું.
6 જો ડોક્ટરે ઇન્હેલરનો ઉપયોગ કરવા માટે કહ્યું હોય તો તેનો નિયમિત પ્રયોગ કરો તથા ધૂળથી દૂર રહો.
અસ્થમા સાથે જોડાયેલી ભ્રાંતિઓ
-ખાન-પાનની મુખ્ય ભૂમિકા : ખાવાની જે વસ્તુઓથી એલર્જી હોય, માત્ર તે જ ન ખાવું જોઈએ. લોકો એમ માને છે કે દહીં, કેળું વગેરે ખાવાથી બચવું જોઈએ, પરંતુ તે માત્ર ભ્રાંતિ જ છે. એવી વસ્તુઓ જેનાથી એસિડિટી થાય છે તેનું સેવન અસ્થમાના એટેક માટે જવાબદાર હોઈ શકે છે.
-ઇન્હેલર એડિક્ટિવ બનાવે છે : લોકો એવું વિચારે છે કે ઇન્હેલરનો પ્રયોગ કરવાથી તેનું એડિક્શન થઈ શકે છે, જ્યારે વાસ્તવમાં ઇન્હેલરને એક વારનો ઉપયોગ પણ ત્યારે કરવામાં આવે છે જ્યારે જરૂરિયાત હોય છે. ઓરલ મેડિસિન (ટેબ્લેટ, સિરપ) જે રક્તશિરાઓ દ્વારા અવશોષિત કરવામાં આવે છે તથા શરીરના દરેક ભાગમાં પહોંચવાથી સાઇડ ઇફેક્ટ પણ થાય છે.
-અસ્થમાનું સંક્રમણ : અસ્થમાની બીમારી અસ્થમાથી પીડાતી વ્યક્તિના સંપર્કમાં આવતાં ફેલતી નથી. એટલે કે ચેપ લાગતો નથી, તેથી અસ્થમાના દર્દીઓની આસપાસ રહેનારા લોકોએ તેનાથી ડરવાની કે કોઈ પ્રકારની વિશેષ સાવધાની રાખવાની જરૂર હોતી નથી.
-અસ્થમાના એટેક દરમિયાન એન્ટિબાયોટિક જરૂરી : તે કોઈ પણ કારણ વગર લેવી જોઈએ નહીં. અસ્થમા દરમિયાન એન્ટિબાયોટિક લેવાની જરૂરિયાત ક્યારેક જ પડે છે.
-ઇન્હેલરના ઉપયોગથી શરમાશો નહીં : જો કોઈ વ્યક્તિ અસ્થમાને અંકુશમાં રાખવા માટે ઇન્હેલરનો પ્રયોગ કરતી હોય તો તેમાં છુપાવવા કે શરમાવાની જરૂર નથી. તે અન્ય દવાઓની તુલનામાં ઓછી હાનિકારક છે.