છેલ્લા લાંબા સમયથી ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ રીતે કથળી ગઈ છે. શહેરમાં ગુનેગારો બેખોફ થઈ ગુનાઓ આચરી રહ્યા છે અને તેનો ભોગ ૩ થી ૪ વર્ષની ઉમરની બાળકી થી લઈ અબાલ વૃદ્ધો સુધી તમામ નાગરીકો બની રહ્યા છે , જેને લઈને શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ અધિક્ષક ડો હર્ષદ પટેલને રજૂઆત કરી .
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ તરફથી અગાઉ શહેરમાં વધતા જતા દારૂ, ગાંજા, એમ.ડી. ડ્રગ્ઝ અને નશાકારક ઈન્જેકશનનાં દૂષણો અટકાવવા રજૂઆત થઈ હતી પરંતુ ત્રણ મહિના જેટલો સમય થઈ જવા આવ્યો છે તેમ છતાંય હકારાત્મક પરિણામો દેખાતા નથી.
દિવાળી જેવા અત્યંત મહત્વનાં ઘાર્મિક તહેવારોમાં પણ શહેરનાં જાહેર સ્થળો અને સર્કલો ઉપર વ્યસનના બંધાણીઓ અને ગુનેગારોનો કબ્જો હતો , પોલીસ ની સુસ્તી અને ઓછા સ્ટાફ ના કારણે દિવાળીની રાત્રીના નિર્દોષ ડોકટર સહિતનાં ખૂન થયું હતું .
શહેરમાં ટ્રાફીકની પણ સમસ્થા અત્યંત ખરાબ છે. રસ્તા પરના અનિયંત્રીત ઢોરના કારણે યુવાનોથી લઈ વૃદ્ધો સુધીનાં વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થાય છે, કાયમી ખોડ રહી જાય છે અથવા મૃત્યુ પણ થઈ જાય છે. આ સારવાર અત્યંત ખર્ચાળ હોય છે, જે ખર્ચ સરકાર આપતા નથી. ભાવનગર શહેરમાં શાળા, કોલેજો, કોર્ટ બિલ્ડીંગ, હોસ્પીટલો અને અન્ય તમામ જગ્યાએ ટ્રાફીકની સમસ્યા દૂર કરી અને રસ્તા પરનાં અકસ્માતો અટકાવવામાં આવે .
યુનિવર્સિટી કેમ્પસમાં બેરોકટોક દારૂ તથા નશાકારક ઈન્જેક્શનો પ્રવેશી ગયા છે અને ભાવનગરનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. નશાકારક યીજવસ્તુઓ એટલી સરળ અને સસ્તી થઈ ગઈ છે કે શહેરના કોઈપણ વિસ્તારમાં કોઈ પણ રકમમાં નશો સરળતાથી મળી રહે છે અને અણસમજૂ માણસો નશો કરી અત્યંત ગંભીર ગુનાઓ કરે છે, જેનો ભોગ ત્રાહિતો અને ગરીબો બની રહ્યા છે. તાજેતરમાં જ માત્ર ચાર વર્ષની બાળકીનો બળાત્કાર થયો , તેનું અને તેના પરિવારનું જીવન બરબાદ થઈ ગયું તેનું પણ યોગ્ય વળતર અને પરિવાર તેમજ બાળકીને કાઉન્સિલિંગ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી .
રિપોર્ટર-સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)
બાઈટ : હિતેશ વ્યાસ , શહેર પ્રમુખ કોંગ્રેસ