ખૂબ લાંબા સમયથી બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ ભાઈ-બહેનો અને બાળકો પર સતત અમાનુષી અત્યાચારોની સાથે તેમની માલ-મિલકતની પણ ખૂબ મોટું નુકસાન કરવામાં આવી રહ્યું છે. આ અત્યાચારોનો સખત વિરોધ કરવા સનાતન જાગરણ મંચ, ગાંધીનગરના ઉપક્રમે સત્યાગ્રહ છાવણી સેક્ટર-૦૬ ખાતે ‘જાહેર ધરણા પ્રદર્શન કાર્યક્રમ’ યોજવામાં આવશે. આ કાર્યક્રમ બાદ વિરોધ દર્શાવતા વિવિધ બેનરો સાથે મહારેલી યોજીને કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે.
આવતીકાલ તા. ૦૪ ડિસેમ્બર-૨૦૨૪ બુધવારના રોજ બપોરે ૦૩.૦૦ કલાકે યોજાનાર આ ધારણા રેલી કાર્યક્રમમાં ગાંધીનગર શહેર-જિલ્લામાંથી અંદાજે ૭,૦૦૦ થી વધુ હિન્દુ ભાઈ-બહેનો સહભાગી થશે. આ કાર્યક્રમમાં ગાંધીનગર શહેર અને ગ્રામીણ વિસ્તારના પૂજ્ય સંતો, વિવિધ હિન્દુ સંગઠનો-સંસ્થાઓ, હોદ્દેદારો-કાર્યકરો તેમજ સમાજમાંથી ભાઈ-બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સનાતન જાગરણ મંચ, ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.