રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે માહિતી આપી કે ભારતનો પ્રથમ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક તૈયાર છે. ભારતીય રેલવેએ IIT મદ્રાસના સહયોગથી ભારતની પ્રથમ 410 મીટરના હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેકનું કામ પૂર્ણ કર્યું છે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે ટેસ્ટ ટ્રેકનો વીડિયો શેર કરીને આ માહિતી આપી હતી. ચાલો જાણીએ હાયપરલૂપ શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પોસ્ટ કરી છે, જેમાં તેમણે ટીમ રેલવે, IIT-મદ્રાસની આવિષ્કાર હાઇપરલૂપ ટીમ અને ટ્યૂટ (એક ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ)ની પ્રશંસા કરી છે. રેલવે મંત્રીએ લખ્યું કે, ભારતનો પ્રથમ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક (410 મીટર) તૈયાર છે. આ ટ્રેકનું 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને હવે 600 કિલોમીટરની ઝડપે તેનું પરીક્ષણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પહેલ IIT મદ્રાસની આવિષ્કાર હાઇપરલૂપ ટીમ અને સંસ્થામાં વિકસિત સ્ટાર્ટઅપ TuTr વચ્ચેના સંયુક્ત પ્રયાસનું પરિણામ છે. અહીં અમે તે પોસ્ટ તમારા માટે શેર કરી રહ્યા છીએ.
Watch: Bharat’s first Hyperloop test track (410 meters) completed.
👍 Team Railways, IIT-Madras’ Avishkar Hyperloop team and TuTr (incubated startup)
📍At IIT-M discovery campus, Thaiyur pic.twitter.com/jjMxkTdvAd
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 5, 2024
ક્યાંથી ક્યાં ટ્રેક છે?
તમને જણાવી દઈએ કે આ ટ્રેક મુંબઈ-પુણે વચ્ચે બનવાની આશા છે. આ સિસ્ટમ બે શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય ઘટાડીને માત્ર 25 મિનિટ કરવાના હેતુથી તૈયાર કરવામાં આવશે.
હાઇપરલૂપ શું છે?
2013માં એલોન મસ્કએ એક એવી સિસ્ટમ વિશે વાત કરી જેણે વિશ્વભરના લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું. આ કોન્સેપ્ટને સાકાર કરવા માટે ભારતે પોતાના પ્રયાસો શરૂ કરી દીધા છે અને હવે આ મહેનતનું પરિણામ બધાની સામે છે.
હાઇપરલૂપ સિસ્ટમ પોડ્સનો ઉપયોગ પ્રેશરાઈઝ્ડ વ્હીકલના રુપમાં ઉપયોગ કરે છે. આ લૉ પ્રેશર પર બનાવવામાં આવેલા ટ્યૂબના માધ્યમથી ફાસ્ટ વેલોસિટીની સાથે ટ્રાવેલ કરવામાં મદદ કરે છે. આ પોડ એક સ્ટોપથી બીજા સ્ટોપ પર સીધી જાય છે અને વચ્ચે એક પણ સ્ટેશન રોકાતી નથી. હાઈપરલૂપને 24થી 28 યાત્રિકોને લઈ જવા માટે ડિઝાઈન કરાઈ છે..
હાયપરલૂપ સિસ્ટમમાં ત્રણ આવશ્યક કૉમ્પોનેન્ટનો સમાવેશ થાય છે – ટ્યુબ, પોડ અને ટર્મિનલ. ટ્યુબ એ મોટી, સીલબંધ લૉ પ્રેશ સિસ્ટમ (લાંબી ટનલ) હોય છે. જો આપણે પોડ વિશે વાત કરીએ, તો તે કોચ જેવું છે, જે મેગ્નેટિક પ્રોપલ્શનનો ઉપયોગ કરીને ટ્યુબની અંદર લૉ એર રેજિસ્ટન્સ કે ઘર્ષણને આસાન બનાવે છે. જેનાથી તેને ટ્યૂબની અંદર મૂવ કરવાનું આસાન બની જાય છે. ટર્મિનલ વિશે વાત કરીએ તો, તે પોડના આગમન અને પ્રસ્થાનનું સંચાલન કરવામાં મદદ કરે છે. અમે તમને જણાવી દઈએ કે હાયપરલૂપ વેક-ટ્રેનથી અલગ છે, કારણ કે તે એરોફોઈલમાંથી લિફ્ટ અને પંખામાંથી પ્રોપલ્શન આપવા માટે ટ્યુબની અંદરના ચોક્કસ હવાના દબાણ પર આધાર રાખે છે.
આ ટેકનોલોજી ક્યાં છે
હાયપરલૂપ સિસ્ટમની સુવિધાઓ ચીન અને યુરોપમાં ઉપલબ્ધ છે. ચીનની સૌથી મોટી મિસાઈલ ઉત્પાદક કંપનીએ મેગલેવ હાઈપરલૂપ સિસ્ટમ પર કામ કર્યું છે. ચીનની આ ટ્રેનને ટી-ફ્લાઇટ અથવા હાઇ-સ્પીડ ફ્લાઇંગ ટ્રેન પણ કહેવામાં આવે છે. આ દેશના શાંક્સી પ્રાંતમાં 1.24 માઇલની ટેસ્ટ લાઇન બનાવવામાં આવી છે. આ ટેસ્ટ લાઇન પર ચીનની હાઇપરલૂપ ટ્રેન 387 માઇલ પ્રતિ કલાકની ઝડપે દોડતી જોવા મળી છે. આ સિવાય યુરોપમાં અત્યાર સુધીનો સૌથી લાંબો હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક ખોલવામાં આવ્યો છે. તેનો 10,000 કિમી લાંબો ટ્રેક 2025 સુધીમાં બનાવવામાં આવશે તેવું પ્રકાશમાં આવ્યું છે.
દેશમાં બદલાઈ જશે પરિવહનની તસવીર
જો બધુ બરાબર ચાલે છે અને ભારતમાં હાઈપરલૂપ ટ્રેનો શરૂ થશે તો તે દેશના સમગ્ર પરિવહન માળખાને બદલી નાખશે. જો કે, આ ટેક્નોલોજી હજુ નવી છે અને તેમાં ઘણું કરવાનું બાકી છે. હાલમાં આ ટેક્નોલોજીની આર્થિક શક્યતાનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.