રાજ્ય સરકાર દ્વારા તારીખ 1 જુલાઈ, 2010 થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ની યોજના અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ હેતુ બનાવવામાં આવી હતી. યોજનાનો મુખ્ય હેતું વિદ્યાર્થીઓ પ્રાઇવેટ કોલેજ, પ્રાઈવેટ યુનિવર્સિટી તેમજ મેનેજમેન્ટ ક્વોટા માં પણ પ્રવેશ મેળવે તો પણ શિષ્યવૃતિ ના હકદાર બને તેવો હતો.
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા 28-08-2024 ના રોજ જાહેર થયેલા પરિપત્ર અનુસાર મેનેજમેન્ટ ક્વોટા માં પ્રવેશ લેનાર ST-SC વિદ્યાર્થીઓને શિષ્યવૃતિના હકદાર નહિ રહે જે ખુબ જ ગંભીર વિષય છે, જેના કારણે ST-SC સમાજ ના ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ મેડિકલ નર્સિંગ, ફાર્મસી, ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા ઈજનેરી, એમ.બી.એ, ફાર્મસી, એમ. સી.એ, એમ.ઈ, એમ.ફાર્મ થી લઈ ને અનેક પેરા મેડિકલ કોર્સમાં મેનેજમેન્ટ ક્વોટા માં આર્થિક તંગી ના કારણે પ્રવેશવંચિત રહી જશે .
આ ગંભીર વિષયને ધ્યાનમાં રાખતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના પ્રતિનિધિ મંડળ દ્વારા ગુજરાત રાજ્યમંત્રી શ્રી કુબેર ડીંડોર આવેદન પત્ર ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના શિક્ષણ હક જળવાઈ રહે તે માટે માંગ કરવામાં આવી.
આવેદનપત્રમાં કરવામાં આવેલી માંગો આ મુજબ છે.
* ગુજરાત સરકાર ના આદિજાતિ વિભાગ દ્વારા તારીખ 28-10-2024 ના કરવામાં આવેલ પરિપત્ર સપૂર્ણ પણે રદ કરવામાં આવે.
* વર્તમાન શૈક્ષણિક સત્રમાં પ્રવેશ લિધેલ મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને પણ તેઓનો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી શિષ્યવૃતિ આપવામાં આવે.
* ખાલી પડી રહેલી બેઠકો પર પાછળથી આપવામ આવતા પ્રવેશને પણ સ્ટેટ ક્વોટામાં થયેલ પ્રવેશ જ ગણવામાં આવે.
અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, ” ગુજરાત સરકાર આદિજાતિ વિભાગ દ્વારા તા. ૨૮/૧૦/૨૪ ના રોજ મેનેજમેન્ટ ક્વોટા મા SC-ST વિધાર્થીઓની ની શિષ્યવૃત્તિ રદ કરવાથી મોટા પ્રમાણ મા આર્થિક સંકડામણના લિધે ધણી સમસ્યાનો ઉદભવશે. અ.ભા.વિ.પ નુ સ્પષ્ટ માનવું છે કે શિક્ષણ સસ્તુ અને સુલભ હોવું અનિવાર્ય છે. શિક્ષણ થકી જ દેશ ને ઉચ્ચતમ કક્ષા એ પહોચાડી શકાય છે. માટે અ.ભા.વિ.પ દ્વારા ગુજરાત સરકાર ના મંત્રી શ્રી કુબેર ડિંડોર ને મળી , વિષયની ગંભીરતા દાખવી અને જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તે આવશ્યક છે.