હિંદુ ધર્મમાં કુંભા મેળાનું વિશેષ મહત્વ છે. ત્યારે આગામી વર્ષ એટલે કે 2025માં મહા કુંભ મેળાનું આયોજન થવાનું છે. જણાવી દઈએ કે, દર 3 વર્ષે કુંભ મેળો, દર 6 વર્ષે અર્ધકુંભ મેળો અને દર 12 વર્ષે મહા કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. કુંભ મેળાનું આયોજન પ્રયાગરાજ, હરિદ્વાર,નાશિક અને ઉજ્જૈનમાં કરવામાં આવે છે.
આગામી વર્ષ 2025માં પ્રયાગરાજમાં મહા કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેને લઈને હાલ ત્યાં જોરશોરથી તૈયારી ચાલી રહી છે. જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. ત્યારે આ આર્ટિકલમાં જાણી લો મહા કુંભ મેળાની તારીખ અને સ્નાનની તિથિ.
#WATCH | Uttar Pradesh: The city of Prayagraj will host Maha Kumbh Mela 2025 from 13th January to 26th February.
Visuals from the city. pic.twitter.com/d1Y79IUhab
— ANI (@ANI) December 16, 2024
મહા કુંભ મેળો ક્યારે શરૂ થશે?
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી 2025થી મહા કુંભ મેળાની શરૂઆત થશે. આ વર્ષે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી મહા કુંભ મેળાનું આયોજન કરવામાં આવશે.
મહા કુંભ 2025 ના શાહી સ્નાનની તારીખ અને તિથિ
13 જાન્યુઆરી 2025- પોષ પૂર્ણિમા
14 જાન્યુઆરી 2025- મકર સંક્રાંતિ
29 જાન્યુઆરી 2025 – મૌની અમાવસ્યા
3 ફેબ્રુઆરી 2025 – વસંત પંચમી
4 ફેબ્રુઆરી 2025- અચલા નવમી
12 ફેબ્રુઆરી 2025- માઘી પૂર્ણિમા
26 ફેબ્રુઆરી 2025- મહાશિવરાત્રી